16 વર્ષીય ભારતીય યુવકે, વિશ્વના નંબર વન ચેસ ખેલાડીને ગણતરીની મીનીટમાં આપી માત

ભારતના(India) 16 વર્ષના ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે(Grandmaster R. Pragyananda) ઓનલાઈન રમાયેલ રેપિડ ચેસ ટૂર્નામેન્ટ(Rapid Chess Tournament) AirThings Masters માં મોટો ફેરફાર કર્યો છે. જણવા મળ્યું છે કે, તેણે વિશ્વના નંબર વન ચેસ ખેલાડી(World number one chess player) મેગ્નસ કાર્લસનને(Magnus Carlson) એકતરફી મેચમાં હરાવ્યો હતો. મળેલી માહિતી મુજબ સોમવારે સવારે રમાયેલી રમતમાં, પ્રજ્ઞાનંદે કાર્લસનને માત્ર 39 ચાલમાં હરાવ્યો.

આ જીત બાદ પ્રજ્ઞાનંદ 12માં નંબર પર પહોંચી ગયો છે અને ભારતીય ગ્રાન્ડમાસ્ટરના 8 પોઈન્ટ થઈ ગયા છે. પ્રજ્ઞાનંદે અગાઉ લેવ એરોનિયન સામે માત્ર જીત નોંધાવી હતી. આ સિવાય તેણે બે મેચ ડ્રોમાં રમી હતી. આ સિવાય 4માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રજ્ઞાનંદે અનીશ ગિરી અને ક્વાંગ લિમ સામે મેચ ડ્રો કરી હતી, જ્યારે એરિક હેન્સેન, ડીંગ લિરેન, જાન ક્રઝિઝટોફ ડુડા અને શાખરિયાર મામેદ્યારોવ સામે પ્રજ્ઞાનંદને હારનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર થોડા મહિના પહેલા નોર્વેના કાર્લસન સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ હારી ગયેલો રશિયાનો ઈયાન નેપોમ્નિઆચી હાલ 19 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટમાં ટોપ પર છે. ખેલાડીને દરેક જીત માટે 3 પોઈન્ટ અને ડ્રો માટે 1 પોઈન્ટ મળે છે. પ્રથમ ચરણમાં હજુ 7 રાઉન્ડ રમવાના બાકી છે.

2018માં જ્યારે પ્રજ્ઞાનંદ 12 વર્ષના હતો ત્યારે તેમણે ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદનો રેકોર્ડ તોડ્યો હતો. તે દરમિયાન તેણે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો હતો. વિશ્વનાથને 18 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ પહેલા પ્રજ્ઞાનંદ 2016માં યંગેસ્ટ ઈન્ટરનેશનલ માસ્ટર બનવાનો ખિતાબ પણ જીતી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *