હાલમાં TV ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. TV રિયાલિટી શો બિગ બોસ સીઝન14 ના સેટ પરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. શોની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પિસ્તા કલર્સ પ્રોગ્રામિંગ ટીમની સભ્ય હોવાંની સાથે જ બિગ બોસમાં મુખ્ય આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહી હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે, અકસ્માતની આ ઘટના ફિલ્મ સિટીમાં બની હતી તેમજ તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. અચાનક જ બિગ બોસ 14 તરફથી આ દુખદ ઘટના સામે આવી રહી છે કે, જેને બધાને દુખી કરી દીધા છે. પિસ્તા ધાકડ ફક્ત 24 વર્ષની હતી.
બિગ બોસ સીઝન14 ની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડના અચાનક અવસાનથી TV સ્ટાર્સ ખૂબ હેરાન થઈ ગયાં છે. કેટલાંક સેલેબ્સે સોશિયલ મીડિયા મારફતે પોતાનું દુ: ખ વ્યક્ત કર્યું છે. આ દુ:ખદ ઘટના વિકેન્ડ કા વૉરના શૂટિંગ પછી બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
શૂટ પછી પિસ્તા ધાકડ પોતાની ટુ-વ્હીલરથી ઘરે પાછી ફરી રહી હતી. રાતના અંધારામાં, તેની સ્કૂટી સ્લીપ મારી જતાં ખાડામાં પડી ગઈ હતી તેમજ પાછળથી આવી રહેલ વેનિટી વાન નીચે આવી ગઈ હોવાથી તેને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું.
પિસ્તા ધાકડે પ્રોડક્શન કંપની એન્ડેમોલ શાઇન ઈન્ડિયામાં કામ કર્યું હતું, તે ‘બિગ બોસ 14’માં જ નહીં પણ અન્ય TV શોનો પણ ભાગ રહી ચુકી છે. તે ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી તથા ધ વોઇસ માટે પણ કામ કરી ચુકી છે. તેના અંતિમ સંસ્કાર કાંદીવલીમાં કરવામાં આવશે.
બિગ બોસના વિવિધ સીઝનના સ્પર્ધકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પિસ્તા ધાકડની નાની ઉંમરમાં મોત અંગે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. શોક વ્યક્ત કરનાર કલાકારોમાં વિકાસ શર્મા, હિમાંશી ખુરાના, દેવોલીના ભટ્ટાચાર્યજી, કામ્યા પંજાબી, હિમાંશી ખુરાના, રાજકુમાર નરુલા, યુવિકા ચૌધરી જેવા કલાકારોનો સમાવેશ થાય છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle