હાલ ઘણી જગ્યાએ ચાલતા ગેરકાયદેસર કુટણખાનાનો પર્દાફાશ થઇ રહ્યો છે. આ વચ્ચે બિહારના અરરિયાના ફારબીસગંજમાં પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગેસ્ટ હાઉસ અને રેડ લાઈટ વિસ્તારમાં દરોડા પાડતા પોલીસે વાંધાજનક હાલતમાં 5 છોકરીઓ અને 5 યુવકોને ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડીએસપી રામપૂકાર સિંહના નેતૃત્વ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ શામેલ હતી.
પોલીસે પહેલા ફારબીસગંજમાં અલિસા ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી 2 યુવતીઓ અને 2 યુવકો સહીત સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રેડ લીડ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 3 યુવતીઓ અને 3 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
તે જ સમયે, આ કેસમાં ફારબીસગંજમાં ડીએસપી રામપૂકર સિંહે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે શહેરના કેટલાક ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો ધંધો સતત વધી રહ્યો છે. આ ક્રમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દેહ વ્યાપારના વિરુધમાં રહેલા રાની મુખર્જીની સાથે કેબીસીની હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે પહોંચેલી ફાતિમાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
ડીએસપી રામપૂકર સિંહ કહે છે કે, અલિસા ગેસ્ટ હાઉસમાંથી 2 મહિલાઓ અને 2 પુરુષોને વાંધાજનક હાલતમાં પકડવામાં આવ્યા છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે, ફાતિમા ખાતુન કહે છે કે તે આ ક્ષેત્રમાં સતત ઘણા પ્રયત્નો કરી રહી છે. નાની છોકરીઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી રહી છે. આઇજીની મદદથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.