બિહાર પ્રચાર દરમ્યાન CM નીતિશ કુમારના હેલિકોપ્ટરને કારણે તેમની સભામાં આવેલી મેદનીના થયા આવા હાલ

મુંગેર જિલ્લામાં JDU ઉમેદવારનાં સમર્થનમાં જાહેર સભામાં ભાગ લેવા આવેલાં બિહાર રાજ્યનાં મુખ્યમંત્રી નીતીશકુમારનું હેલિકોપ્ટર લેન્ડિગ થઈ રહ્યું હતું તે સમયે મોટી ભાગદોડ મચી હતી.…

મુંગેર જિલ્લામાં JDU ઉમેદવારનાં સમર્થનમાં જાહેર સભામાં ભાગ લેવા આવેલાં બિહાર રાજ્યનાં મુખ્યમંત્રી નીતીશકુમારનું હેલિકોપ્ટર લેન્ડિગ થઈ રહ્યું હતું તે સમયે મોટી ભાગદોડ મચી હતી. હેલિકોપ્ટરનાં લેન્ડિગમાં ભારે પવનને લીધે સભા સ્થળ પર લાગવવામાં આવેલો ડોમ ઊડી ગયો હતો.

સભા સ્થળ રહેલાં બધા સુરક્ષા કર્મચારીઓ દ્વારા બહુ મુશ્કેલીથી સ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. બિહાર રાજ્યની ચૂંટણી વર્ષ 2020ને લઈને મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા ચૂંટણીલક્ષી સભા સંબોધવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. બુધવારનાં રોજ મુંગેર જિલ્લાનાં તારાપુર વિધાનસભા સીટ ઉપરથી JDU ઉમેદવાર મેવાલાલ ચૌધરીની ચૂંટણીલક્ષી સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં મહત્વની હાજરી આપવા માટે મુખ્યમંત્રી નીતીશકુમાર હેલિકોપ્ટર દ્વારા અહી પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર નિયત કરેલાં સમયે સભા સ્થળ પાસે આવેલા RSK ઉચ્ચ વિદ્યાલયનાં મેદાન ઉપર પહોંચી ગયું હતું. સભા સ્થળની પાસે બનેલા લેન્ડિગ પોઈન્ટ પર જ્યારે હેલિકોપ્ટર ઊતરતું હતું તે સમયે પંખાનાં ભારે પવનને લીધે સભા સ્થળ પર લાગાવવામાં આવેલો પંડાલ ઊડી ગયો હતો. આની સાથે જ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પંડાલ હવામાં ઊડતા સભા સ્થળ ઉપર મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા.

જ્યાં સભા સ્થળ ઉપર રહેલાં પોલીસ કર્મચારીઓને સ્થિતિ ઉપર કાબુ લાવવામાં થાકી ગયા હતા. પરંતુ ભાગદોડની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી હતી. મુખ્યમંત્રી નીતીશકુમારની સભામાં આવેલાં દીપકકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માંડ માંડ બચ્યા છીએ. મંડપને સારી રીતે બાંધવામાં આવ્યો ન હતો. ભારે હવાને લીધે ડોમ ઊડી ગયો હતો. છેલ્લા 2 દિવસથી મુખ્યમંત્રી નીતીશકુમાર બિહાર રાજ્યની ચૂંટણી માટે કમરકસી રહ્યા છે. ચૂંટણીલક્ષી સભાઓ ગોઠવી રહ્યા છે.

પહેલા વર્ચ્યુઅલ રેલીને સંબોધ્યા પછી હાલ ગામે ગામ સભા કરી રહ્યા છે. પક્ષનાં સાંસદ લલન સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નીતીશ કુમારની ચર્ચા આખા બિહાર રાજ્યમાં થઈ રહી છે. ઘણા ઘરમાં મુખ્યમંત્રી નીતીશકુમારની વાત થઈ રહી છે. વિકાસ પુરુષ છે નીતીશકુમાર. આ કોઈ સંબોધન નથી પરંતુ એક વિશ્વાસ છે. કેમ કે, મુખ્યમંત્રી નીતીશકુમારે જે કામ કરીને બતાવ્યા છે એ કોઈએ પણ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નથી. JDUનાં નેતા અશોક ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નીતીશકુમાર દ્વારા બધા જ વર્ગને મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *