હાલના સમયમાં ઓનલાઈન ગેમોનો વ્યાય વધી રહ્યો છે. આજના બાળકોથી લઈને યુવાનોને મોબાઈલમાં ગેમ રમવાનું વ્યસન ચડી ગયું છે. આ વચ્ચે જ એક ઘટના સામે આવી છે જ્યાં એક પિતા પોતાના સંતાનોને ગેમ ન રમવા કહેતા પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી બેઠા હતા. પિતાનો ઠપકો સાંભળી બાળકોએ આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું.
બિહારના ગોપાલગંજમાં મોબાઈલ ગેમ રમવાના વિવાદમાં બે બાળકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ ઉચ્છાગાંવ અને માંજગઢનો છે. બંને જગ્યાએ બાળકોના પિતાએ તેને ઓનલાઇન ગેમ રમવા બદલ ઠપકો આપ્યો હતો. આ પછી બંને બાળકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બંને બાળકોની સારવાર બાદ સ્વાસ્થ્ય સારું છે.
એક પિતાએ પોતાના ૧૨ વર્ષના બાળકને ઓનલાઈન ગેમ રમવાની ના પાડી હતી. તેમ છતાં બાળકે રમવાનું શરુ જ રાખ્યું હતું અને બીજીવાર પિતાએ બાળકને એક ધોલ ચડાવી દીધી હતી. પિતાના આ વ્યવહાર બાદ બાળકને ગળે ફાંસી લગાવી દીધી હતી. પરિવાર જનોને જાણ થતા પરિવારજનો બાળકને સીધા જ ગોપાલગંજ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા.
સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર બાદ તબીબે ગંભીર હાલત શોધી કાઢતા તેને ગોરખપુર રિફર કર્યો હતો. બીજી ઘટના એ જ દિવસે માંજગઢ પોલીસ સ્ટેશન હેઠળના રામનગર ગામના મિલોતન ચૌધરીના ઘરે બની હતી. જ્યારે તેણે તેના 14 વર્ષના પુત્ર રાજન કુમારને ઓનલાઇન રમત રમતા જોયો, ત્યારે તેણે તેને ઠપકો આપ્યો.
આ બનાવમાં પણ બાળકે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પરિવારે તેને ગળફામાં ઝૂલતા જોયો ત્યારે તેને ઉતાવળમાં ગોપાલગંજ સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબીબે તેને ગોરખપુર રિફર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.