વાયરલ વિડીયો(Viral video): બિહાર (Bihar)ના સાસારામ (Sasaram) જિલ્લાના મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળના મુરાદાબાદ (Moradabad) પાસે એક ખાડીમાંથી મોટી માત્રામાં નોટોના બંડલ મળી આવ્યા છે. અચાનક લોકોને ખબર પડી કે મુરાદાબાદની કેનાલમાં મોટી માત્રામાં નહેરમાં નોટોના બંડલ છે, ત્યારબાદ લોકો તેને લેવા માટે આવી પહોચ્યા હતા. લોકો ખાડીના પાણીમાં નોટોના બંડલને લેવા ઉતરી ગયા હતા અને નોટોના બંડલ લઈને ભાગવા લાગ્યા હતા. મોટાભાગે 200 અને 500ની નોટો જણાવવામાં આવી રહી છે. આ સાથે જ લોકો નોટો લૂંટતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ (Viral video) થઈ રહ્યો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.
बिहार के सासाराम, मुरादाबाद नहर में मिल रहे नोटों के बंडल। नोट लूटने के लिए लगी भीड़।👆🏽 #Bihar pic.twitter.com/6i5wLvATLe
— Sanatani Hindu सनातनी हिंदू (@HinduPolitics) May 6, 2023
નોટો લૂંટવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા:
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વહેલી સવારે જ્યારે લોકોએ નોટોના બંડલો પાણીમાં તરતા જોયા તો આસપાસના ટોળાએ પાણીમાં ઉતરીને નોટોના બંડલો લૂંટવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું. સમગ્ર વિસ્તારના લોકોમાં પણ આ બાબતે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. માહિતી મળતાં જ મુફસીલ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વિડીયો વાયરલ:
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ખાડીમાં ઉતરીને નોટોના બંડલ એકઠા કરી રહ્યા છે. જો કે, અમે વાયરલ વીડિયોની ખરાઈ કરી રહ્યાં નથી અને હાલમાં પોલીસ-પ્રશાસન પણ આ વીડિયોને લઈને પુષ્ટિ કરી રહ્યું નથી. પરંતુ કહેવાય છે કે, સાસારામ વિસ્તારની સીમા પર આવેલી મુરાદાબાદ કેનાલના પાણીમાં 100, 200 અને 500ની નોટોના બંડલ ફેંકવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે આ એક અફવા પણ હોઈ શકે છે:
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોના ટોળાનો પીછો કર્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે આ અફવા પણ હોઈ શકે છે, પરંતુ તપાસ બાદ જ કંઈક કહી શકાશે. પોલીસ તમામ મુદ્દા પર તપાસ કરી રહી છે. સાથે જ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ રોકડ ક્યાંથી આવી? આ નોટ અસલી છે કે નકલી જૂની નોટ? લોકો કાળા નાણા વિશે પણ ચર્ચા કરી રહ્યા છે. જો કે, જે પણ થશે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.