સુરત(Surat): શહેરના વાલક પાટિયા(Valak Patiya) ખાતે રેસ્ટોરન્ટ(Restaurant)થી ઘરે જતી વખતે ઓવરબ્રિજ(Overbridge)ની રેલિંગ સાથે માલિકની બાઇક અથડાયા બાદ ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હોવાના સીસીટીવી ફૂટેજ(CCTV footage) સામે આવ્યા છે. એટલું જ નહીં દસ દિવસ પહેલા બનેલા દર્દનાક અકસ્માત(Accident)ના કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામનાર વૃદ્ધના પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો છે.
View this post on Instagram
17જાન્યુઆરીએ અકસ્માત સર્જાયો હતો:
કાપોદ્રા પોલીસે જણાવતા કહ્યું હતું કે, LH રોડ વરાછા જોનની ઓફિસ સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વિરજીભાઈ લાખણકિયાના વાલક પાટિયામાં અન્નપૂર્ણા નામની રેસ્ટોરન્ટના માલિક છે. ભરતભાઈ 17 જાન્યુઆરીએ તેમના જી-રેસ્ટોરન્ટમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન હીરાબાગ રોમન પોઈન્ટ કોમ્પ્લેક્સ સામેના ઓવરબ્રિજ પર બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ઓવરબ્રિજ સાઇટની રેલિંગ સાથે અથડાયું હતું.
બ્રિજ પરથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી:
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં ભરતભાઈ અંદાજે 80-100 ફૂટના પુલ પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. ત્યારે ગુરુવારના રોજ રાત્રે સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈને બે પુત્રી અને એક પુત્ર પરીલ છે. બંને દીકરીઓ પરિણીત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.