રક્તરંજિત થયો મોડાસા હાઈવે- ત્રણ સવારી જતા યુવકોને કારે મારી જોરદાર ટક્કર, ૩ મિત્રોના મોત

આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર મોડાસા-માલપુર(Modasa-Malpur) નેશનલ હાઇવે ઉપર ફરેડી(Fredi) નજીક શનિવાર બપોરે માલપુર તરફ બાઇક પર જઇ રહેલા 3 બાઈક સવારને પાછળથી કારે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત(Accident) એટલો ભયાનક હતો કે કાર અને બાઇક હવામાં ફંગોળાઈને 10 ફૂટ નીચે ખાડામાં ખાબક્યા હતા. ત્રણેય ચાલકોને ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકો આસપાસના વિસ્તારના હોવાથી મોટી સંખ્યામાં તેમના સગા-સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ફરેડી નજીક બપોરે માલપુર તરફ બાઇક પર જઈ રહેલા માલપુર તાલુકાના ટીસ્કી અને વાવડીના બે કાર ચાલક અને મોડાસાના ફરેડીની બાઈકને પાછળથી કાર નંબર જીજે 15 સીએચ 0194એ ટક્કર મારતાં બાઇક અને કાર સાથે 1500 ફૂટ હવામાં ફંગોળાઈને બે પલટી મારી ગઇ હતી અને તેની સાથે બાઇકને પણ ઢસડી જતાં બાઇક ચાલક અને તેની સાથે સવાર અન્ય બે શખ્સોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત, કારચાલક અને તેની સાથે રહેલી મહિલાનો આબાદ બચાવ થયો થયો હોવાનું સામે આવ્યું છે અને બંને ગાડી મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. આજુબાજુથી ખેડૂતો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108નો સંપર્ક કર્યો હતો. માલપુર તરફથી અને મોડાસા તરફથી 108 દોડી આવી હતી. પરંતુ, ત્યાં સુધીમાં ત્રણેય મિત્રોનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં કાર અને બાઇક બંનેને નુકસાન થયું હતું. કારની હાલત એવી હતી કે મહિલા અને ડ્રાઈવરને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ, તેઓ ક્યા સંજોગોમાં વાહનમાંથી ઉતરીને નાસી છૂટ્યા તે ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. ડ્રાઈવર અને ઉપરોક્ત મહિલા વાપીના રહેવાસી હોવાનું કહેવાય છે.

1. રજનીકભાઈ ભુરાભાઈ બામણીયા (45) રહે. ટીસ્કી તા. માલપુર
2. ભવાનભાઈ જેઠાભાઈ બામણીયા (45) રહે ફરેડી. તા.મોડાસા
3. રેવાભાઇ કોહ્યાભાઈ ખાંટ (50) રહે. વાવડી તા. માલપુર

અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ બાઇક સવાર એકબીજાને ઘરે મૂકવા જતા હતા. આ દરમિયાન ત્રણેય અકસ્માતનો ભોગ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *