અમદાવાદ (Ahmedabad) ની એક મહિલા માટે 3 માર્ચ, 2002 નો દિવસ કાળ બનીને તેની સામે આવ્યો હતો. પરિવાર મહિલા અને યુવતીના પેટમાં રહેલા પાંચ મહિનાના બાળકને આવકારવાની તૈયારી કરી રહ્યો હતો. ખુશી ઘરે આવવાની હતી, પરંતુ તે પહેલા ગોધરાકાંડ પછીના ગુજરાતના રમખાણોએ બધું તબાહ કરી નાખ્યું. તોફાનીઓનું ટોળું મહિલાના ઘરમાં ઘૂસી ગયું અને તેની નજર સામે આખા પરિવારનો નિર્દયતાથી મારી નાખ્યા. તોફાનીઓ અહીં રુક્યા નહિ, તેઓએ મહિલા પર ક્રૂરતા આચરી. એક પછી એક ઘણા લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. તે પીડામાં બેહોશ થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે ન્યાય માટે લાંબી કાનૂની લડાઈ લડી. તેના ગુનેગારોને આજીવન કેદની સજા મળી હતી પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા તે આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આરોપીઓ 15 વર્ષથી વધુની જેલની સજા ભોગવીને તેમની સમય પહેલા રજા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તેમની સજા માફ કરવાના મુદ્દા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારે એક સમિતિની રચના કરી. આ પેનલના તપાસ રિપોર્ટ બાદ 15 ઓગસ્ટના રોજ ગુનેગારોને જેલમાંથી મુક્ત કરી દીધા છે.
પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રા, જેમણે પેનલની અધ્યક્ષતા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, “થોડા મહિના પહેલા રચાયેલી સમિતિએ આ કેસમાં તમામ 11 દોષિતોને મુક્તિની તરફેણમાં સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. આ ભલામણ રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી અને દોષિતોને સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા.
આ કેસ 3 માર્ચ 2002નો છે. ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં એક ટોળું મહિલાના ઘરમાં ઘુસી ગયું હતું. તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી આ યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું હતું અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. તે સમયે મહિલા 21 વર્ષની હતી અને તે ગર્ભવતી હતી. સામૂહિક દુષ્કર્મ આચરી તેને મરવા માટે છોડી દીધી હતી. જ્યારે અન્ય છ સભ્યો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.