અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં બિલ ગેટ્સ, ટ્રમ્પ અને ઝુકરબર્ગના દેશી લૂકે લૂંટી લાઈમલાઇટ- જુઓ તસ્વીરો

Anant and Radhika Pre-wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન(Anant and Radhika Pre-wedding) જામનગરમાં ચાલી રહ્યું છે. આજે ફંકશનનો ત્રીજો દિવસ છે. જોકે, ફંકશનના…

Anant and Radhika Pre-wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન(Anant and Radhika Pre-wedding) જામનગરમાં ચાલી રહ્યું છે. આજે ફંકશનનો ત્રીજો દિવસ છે. જોકે, ફંકશનના બીજા દિવસે રાત્રે યાજાયેલા થીમ મેલા કાર્યક્રમમાં સેલેબ્સ આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા.જેમાં બિલ ગેટ્સ તેમના ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે ભારતીય આઉટફિટમાં જોવા મળ્યા હતા,બિલ ગેટ્સે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમને જણાવ્યું હતું કે તેમને ભારતીય લગ્નો અને પરંપરાગત ભારતીય પોશાક ખુબ જ ગમે છે.તેમજ રેડ કાર્પેટ પર દેશ-વિદેશના મહેમાનો ભારતીય કપડામાં દેખાયા હતા. ખાસ કરીને માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ઈવાંકા ટ્રમ્પના દેશી લુકે પણ લાઈમલાઇટ લૂંટી હતી.

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે દીપિકા પાદુકોણ લહેંગા પહેરેલી જોવા મળી હતી.આ પાર્ટી માટે દીપિકાએ બ્લેક બોર્ડરવાળો ગોલ્ડન એમ્બેલિશ્ડ લહેંગા પહેર્યો હતો.

રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે કરીના તેના પતિ સૈફ અલી ખાન અને બાળકો સાથે પહોંચી હતી.કરીનાએ રેડ સિક્વન્સની સાડી પહેરી હતી.આ પાર્ટી માટે કરિશ્માએ સફેદ સાડી પર કોટ પહેર્યો હતો.

આ સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત અંબાણી આ ફોટામાં કેમેરા માટે પોઝ આપી રહ્યા છે. કાળા કોટમાં અનંત, લાલ બ્લેઝરમાં આકાશ અંબાણી. તો અનંતની બરાબરી પર રાધિકા મર્ચન્ટ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા લાલ ગાઉનમાં જોવા મળી છે.

આ સાથે જ એક ઇવેન્ટમાં, રેડ કાર્પેટ પર દેશ-વિદેશના મહેમાનો ભારતીય કપડામાં દેખાયા હતા. ખાસ કરીને માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ઈવાંકા ટ્રમ્પના દેશી લુકે પણ લાઈમલાઇટ લૂંટી હતી.જેમાં બિલ ગેટ્સ તેમના ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે ભારતીય આઉટફિટમાં જોવા મળ્યા હતા.