સુરતના રિંગરોડ બ્રિજ પર કારચાલક બેકાબૂ- એક્ટિવા ચાલકને અડફેટે લઈ ડીવાઈડર કુદાવી કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસાડી

Surat Accident: સુરતમાં ગતરાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રિંગરોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ…

Surat Accident: સુરતમાં ગતરાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રિંગરોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી(Surat Accident) હતી.ત્યારે આ ઘટનામાં રાહતની વાત તો એ છે કે એક મોટી જાનહાની થતા બચી હતી.

કાર ચાલાક અને એક્ટિવા ચાલકનો આબાદ બચાવ
સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક કાર ચાલક પૂરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો. ત્યારે આ દરમિયાન બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ ડિવાઇડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ લીધો હતો.ત્યારે આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.તેમજ આ ઘટનામાં કારચાલાક અને એક્ટિવ ચાલાક બંન્નેને ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી
એક્ટિવા ચાલકને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી. બ્રિજ પર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઇડર ન હોત તો 30થી 40 ફૂટ નીચે કાર ખાબકી જાય તેવી શક્યતાઓ હતી. આ અકસ્માતમાં કારને આગળની સાઈડના બંને ટાયર અને બોનેટ સહિતનામાં ભારે નુકસાન થયું છે.જો કે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થતા ટળી હતી.

ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી
સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કારનો રાત્રે અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ એક્ટિવા ચાલક અને કારચાલક બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક્ટિવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.