જુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શન

100

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કીર્ગીસ્તાનમાં SCOની 19મી બેઠકમાં ભાગ લેવા પહોચ્યા છે જ્યાં તેમ્નની સાથે ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ બેઠકમાં સંયોગથી પીએમ નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન હોલમાં એકસાથે પહોંચ્યાં હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ના હાથ મિલાવ્યો કે ન કોઇ ઔપચારિક વાત કરી.

એટલું જ નહીં પીએમ મોદી ઇમરાન ખાન સામે એક નજર પણ કરી નહોતી. પીએમ મોદી સીધા પોતાની બેઠક પર જઇને બેસી ગયા હતા. પાકિસ્તાનના પીએમ ઇમરાનખાનની ખુરશી ખુણામાં હતી. ઇમરાન ખાનની ખુરશી પીએમ મોદીની બેઠકથી પાંચ-છ સીટ છોડીને હતી.

પીએમ મોદી વિશ્વના અન્ય નેતાઓના સ્વાગત માટે ઉભા થયા હતા અને તેમની સાથે હાથ મેળવી અભિવાદન પણ કર્યું હતું, પરંતુ ઇમરાન ખાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે કોઇપણ મંચ કેમ ન હોય, જ્યાં સુધી આતંકવાદની ગતિવિધી બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઇ વાતચીત શક્ય નથી.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનું વિમાન પહેલા પાકિસ્તાન પર થઇને કિર્ગિસ્તાન જવાનું હતું. જોકે બાદમાં અંતીમ દિવસે જ મોદીના વિમાનનો રુટ બદલી લેવામાં આવ્યો હતો. મોદીનું વિમાન તુર્કમેનિસ્તાન, ઉજબેકિસ્તાન, તજાકિસ્તાન થઇને કિર્ગિસ્તાન પહોંચ્યું હતું.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાર્તા અને આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાને ભારત સાથે બેઠક શરૂ કરવા માટે આતંકવાદ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

આ વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જેમાં ઇમરાન ખાન એક જ એવા નેતા રહ્યા જેમણે વૈશ્વિક નેતાઓ આવી રહ્યા હતા ત્યારે તેમના સન્માનમાં ઉભા ન થયા. ઇમરાન સિવાય ના તમામ નેતાઓ વિવેકપૂર્ણ રીતે અન્ય નેતાઓના સ્વાગતમાં જોડાયા હતા. ઇમરાન ખાનને કદાચ મનમાં હશે કે આ તમામ નેતાઓ તેને ઉભા થઈને આવકારતા હશે.

Imran Khan once again causes embarrassment for Pakistan at SCO in Bishkek. All heads of States are standing to respect each other till last Guest arrives. Stubborn Khan kept sitting despite asked twice and then pushed to stand. What a shameless creature he is… He thought all are giving standing ovation to him.