ભારતીય ટીમની આ ભૂલને કારણે ખતમ થશે બુમરાહનું કરિયર- જાણો કોણે કહ્યું

ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 4 વર્ષમાં જ પોતાની એક એવી જગ્યા બનાવી છે, કે તે હવે ફાસ્ટ બોલિંગના આક્રમણની આગેવાની કરી રહ્યો છે. બુમરાહ એ વિશ્વના નંબર 1 બોલર બનવાની સાથે-સાથે ભારતીય ટીમને માટે એક અગત્યનો બોલર પણ બની ગયો છે. જો કે, વેસ્ટઈન્ડીઝ ટીમના એક દિગ્ગજ ખેલાડીનું જણાવવું છે, કે ભારતીય ટીમ એક એવી ભૂલ કરી રહી છે, કે જેને લીધે બુમરાહનું કરિયર પૂર્ણ થઈ જશે.

આપને જાણકારી હોય તો, જસપ્રીત બુમરાહ એ ભારતીય ટીમનો એક નિયમિત બોલર છે. જો, તે ફિટ હોય તો ક્રિકેટના 3 ફોર્મેટમાં તેનું રહેવું એ એક સામાન્ય વાત છે. પરંતુ, વીન્ડિઝના ઈયાન બિશપને લાગે છે, કે આ જ કારણે બુમરાહનું કરિયર ખતમ કરવાનું કારણ બનશે. બુમરાહ અત્યાર સુધીમાં કુલ 100થી પણ વધુ આતંરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તો ઘણાં સમયથી IPLમાં પણ બુમરાહ મુંબઇ ઈન્ડિયન્સ તરફથી નિયમિત ભાગ લઇ રહ્યો છે. બિશપનું જણાવવું છે કે, જો બુમરાહ દરેક ફોર્મેટમાં સતત જ રમશે તો તેના માટે લાંબા સમય સુધી ટકી રહેવું એ મુશ્કેલ બની રહેશે.

તેમણે જણાવતાં કહ્યું કે, બુમરાહ એ એવા અમુક પસંદગીના બોલરોમાં સામેલ છે,કે જેણે 3 ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે. પરંતુ આ રીતે તમે તેની પાસેથી લાંબા સમયગાળા સુધી રમવાની આશા રાખી શકશો નહીં. જો, તે ત્રણેય ફોર્મેટની દરેક મેચોમાં રમે છે, તો તેની માટે લાંબા સમયગાળા સુધી રમવું એ મુશ્કેલ બની જશે. એક મનુષ્યનું શરીર આટલું નહીં કરી શકે. તમને આ રીતની પ્રતિભાને  સંભાળતા આવડવું જોઇએ. કારણકે, આવી પ્રતિભા દરવખતે મળતી નથી.

બિશપે સાથે જ ભારતીય ટીમને ફાસ્ટ બોલિંગની પ્રશંસા કરતા જણાવતાં કહ્યું કે, તે ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 બનવાની હકદાર છે. તેમણે એક સ્પોર્ટ્સ શો પર જણાવતાં કહ્યું કે, હાલમાં જે ફાસ્ટ બોલર છે, ટીમ ઈન્ડિયાની પાસે તેમને જોતા ટીમના એક નવા જ યુગની શરૂઆતનો અનુભવ થાય છે. જો, તમે વિશ્વની નંબર-1 ટીમ બનવા માગો છો, તો તમે માત્ર તમારા સ્પિન બોલરો પર આધાર રાખી શકશો નહીં. કારણ કે, જ્યારે પણ તમે વિદેશ પ્રવાસ માટે જાઓ છો, તો ત્યાં તમારે ફાસ્ટ બોલરોની જરૂરિયાત પડતી હોય છે, અને ટીમ ઈન્ડિયાને એ જ રીતના ફાસ્ટ બોલરો પણ મળી ગયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *