Bharuch Accident: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રસ્તા પર અવારનવાર અકસ્માતોના(Bharuch Accident) બનાવો સામે આવતા રહે છે, જેમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. સરકારી નિયમોનો રીતસરનો ઉલાળીયો કરીને માંતેલા સાંઢની માફક દોડતા ઓવરલૉડેડ ટ્રકો અને ડમ્પરો છાશવારે નાના વાહનોને ટક્કર મારીને અકસ્માત સર્જી રહ્યાં છે. એવામાં આવો જ વધુ એક બનાવ સામે નાના સાંજાના ફાટક નજીક સામે આવ્યો છે. જેમાં બેફામ ડમ્પર ચાલકે બીટ ગાર્ડ યુવતીને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મહિલા વન કર્મચારીનું મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા આડેધડ અને ઓવરલોડ ચાલતા વાહનો નાના વાહનોને ગણકારતા નથી તે પ્રમાણે પોતાનું વાહન બેફિકરાઇથી હંકારતા જોવા મળે છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અકસ્માતોની વણઝાર ઝઘડિયા પંથકમાંથી સામે આવે છે. તેવામાં નાનાસાંજા ફાટક નજીક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહનની ટક્કરે માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં ટ્રક તેના પરથી ફરી વળ્યું
મૂળ દહેજ તાલુકાના વાગરા ખાતે રહેતી 32 વર્ષીય કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી. કવિતા ગતરોજ સાંજે તેની ફરજ પરથી કેવડીયાથી દહેજ જવા રવાના થઈ હતી, ત્યારે ગુમાનદેવની આગળ નાનાસાંજા ફાટક નજીકથી પસાર થતી વેળા તેઓની મોપેડને કોઈ અજાણ્યા માલવાહક ટ્રકના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટ્રક તેના પરથી ફરી વળ્યું હતું. જેના કારણે તેણીનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું. અકસ્માતની જાણ ઝઘડિયા વન વિભાગના કર્મીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે ઝઘડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ઝઘડિયા પોલીસે આજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
View this post on Instagram
બે લોકો જીવતા સળગી ગયા
તો બીજી તરફ આજે સવારે શંખેશ્વર પાસે પીકઅપ ડાલુ અને વેગનઆર કાર પસાર થઇ રહી હતી. જે દરમિયાન બન્ને વાહનો સામસામે ટકરાયા હતા. અકસ્માત થયા બાદ બન્ને વાહનોમાં આગ લાગી ગઇ હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાં ત્યાંથી પસાર થતા લોકો બચાવ અર્થે આવ્યા હતા. જોકે વેગનઆરમાં બેસેલી બે વ્યક્તિ કારમાંજ ફસાઇ ગઇ હતી અને 70 ટકાથી વધુ દાઝી જતા તેમનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App