અમદાવાદી મિત્રએ ગર્લફ્રેન્ડના અશ્લીલ વિડીયો ફરતા કર્યા અને પછી ગર્લફ્રેન્ડે…

એક તરફ આખું વિશ્વ કોરોના વાયરસના ડરને લીધે ભયના ઓથાર હેઠળ છે, ત્યારે જ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે.આવી જ એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં યુવતીને પુરુષ મિત્રનો આવો જ એક કડવો અનુભવ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં શહેરમાં રહેતી એક યુવતીનો બિભત્સ વીડિયો પુરુષ મિત્રએ વિદેશની પોર્ન સાઈટ પર વાઈરલ કરી દીધો હતો. આ બાબતે તે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવી છે.

સાઈબર ક્રાઈમે પણ યુવતીની ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે, તથા ગુનોં નોંધાયાના થોડાં જ સમયમાં આરોપીને પકડી પણ લીધો છે.આ ઘટનાની મળતી જાણકારી મુજબ, અમદાવાદમાં યુવતીને પોતાના પુરુષ મિત્ર પર વિશ્વાસ રાખવો એ ખુબ જ ભારે પડી ગયો હતો. અમદાવાદી યુવતીને પુરુષ મિત્રનો કડવો એવો અનુભવ થયો છે.

આ ઘટનામાં અમદાવાદી યુવતીનો બિભત્સ વીડિયો તેના મિત્રની પાસે હોવાથી તેમાંથી લાભ મેળવવા માટે તેના મનમાં લાલચ જાગી ગઈ હતી. યુવતીનો બિભત્સ વીડિયો પુરુષ મિત્રએ પૈસાની લાલચમાં આવીને વિદેશની સંખ્યાબંધ પોર્ન સાઈટ પર અપલોડ કરી દેતા જ હોબાળો મચી ગયો હતો.

વિદેશની ઘણીબધી પોર્ન સાઈટ પર અમદાવાદી યુવતીનો બિભત્સ વિડીયો અપલોડ થતાં જ તેને ખબર પડતા તેને ફાળ પણ પડી હતી. આ ઘટનામાં કોનો હાથ હશે એ વિચારની સાથે તેણે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

એટલું જ નહીં, પરંતુ આરોપી મિત્ર પણ એટલો ચતુર હતો, કે યુવતીને તેના પર શંકા ન જાય તે માટે આરોપી પુરુષ જ ફરિયાદ નોંધાવવા યુવતીની સાથે ગયો હતો. પણ ફરિયાદ નોંધાયાના થોડાક જ સમયમાં સાઈબર ક્રાઈમે આ આરોપીને ઓળખી કાઢ્યો હતો તથા આરોપી યુવકની ધરપકડ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *