ગુજરાત(Gujarat): વિધાનસભા ચુંટણી પહેલા જ ભાજપ(BJP)ને મોટો ઝટકો લાગ્યોછે. જો વાત કરવામાં આવે તો માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમે તમને જણાવી દઈએ કે, કેસરીસિંહ ભાજપમાં 2 ટર્મથી માતરમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. કેસરીસિંહ સોલંકી(Kesarisinh Solanki)એ ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ની હાજરીમાં કેસરીસિંહ AAPમાં જોડાયા છે.
માતર વિધાનસભાના ભાજપના બીજી ટર્મના ધારાસભ્ય માનનીય શ્રી કેસરીસિંહ સોલંકીનું આમ આદમી પાર્ટીમાં ખુબ ખુબ સ્વાગત છે.
गुजरात की मातर विधानसभा से भाजपा विधायक श्री केसरीसिंह सोलंकी जी आज आम आदमी पार्टी में शामिल हो रहे हैं। उनका आम आदमी पार्टी के परिवार में बहुत बहुत स्वागत है। pic.twitter.com/GvQLhZPhti
— Gopal Italia (@Gopal_Italia) November 10, 2022
આમ આદમી પાર્ટી એ પોતાના મજબૂત 10 ઉમેદવારોની 14 મી યાદી જાહેર કરી હતી:
થરાદ વિધાનસભા પરથી વીરચંદભાઈ ચાવડાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. જામનગર દક્ષિણ વિધાનસભા પરથી વિશાલ ત્યાગીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. જામજોધપુર વિધાનસભામાંથી હેમંત ખવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. તાલાલા વિધાનસભા પરથી દેવેન્દ્ર સોલંકીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. ઉના વિધાનસભામાંથી સેજલબેન ખુંટને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાંથી ખુમાનસિંહ ગોહિલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ખંભાત વિધાનસભા પરથી અરુણ ગોહિલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. કરજણ વિધાનસભામાંથી પરેશ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. જલાલપોર વિધાનસભામાંથી પ્રદીપ કુમાર મિશ્રાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ઉમરગામ વિધાનસભા માંથી અશોકભાઈ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.