ભાજપે બીજી યાદી કરી જાહેર, ક્યાંથી ક્યા મુરતિયાઓને મળી ટીકીટ- જુઓ સંપૂર્ણ લીસ્ટ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને માત્ર થોડાંક દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને માત્ર થોડાંક દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. ત્યારે ભાજપ (BJP) દ્વારા વિધાનસભા ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી દીધી છે.

ભાજપના વધુ 6 ઉમેદવારોના નામ જાહેર:
ભાજપ દ્વારા વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ખંભાળિયાથી મુળુ બેરાને ટિકિટ આપવામાં આવી છે. કુતિયાણાથી ટેલિબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે . ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગર પૂર્વથી સેજલબેન પંડયાને ટિકિટ આપવામાં આવી છે. ચોર્યાસીથી સંદીપ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપની પ્રથમ યાદી(1):

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ભાજપની પ્રથમ યાદી(2):

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *