બાળકોના ઘડતર અને શિક્ષણ માટે નીતિ તૈયાર કરતી સમિતિના ભાજપ ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ

સુરત શહેરમાં થોડા દિવસ પહેલા જ બારડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વિડીઓ કોલ પર લલના સામે હસ્તમૈથુન કરતો વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા અફરાતફરી મચી ગઈ હતી. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના નગરસેવક છે. સોશિયલ મીડિયામાં વિડીઓ વાઇરલ થતાંની સાથે તુરંત જ નગરસેવકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મુકાય તેવો એક વીડિયો સામે આવ્યો છે.

સુરત કોર્પોરેશનની નગર શિક્ષણ સમિતિની સમિતિ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 11 મા ઉમેદવાર તરીકે રાકેશ ભેખડીયાએ ફોર્મ ભર્યું છે. કેશ ભેખડીયા નો દારૂની મહેફિલ માણતા વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે. નગર શિક્ષણ સમિતિ કે જ્યાં બાળકોના ઘડતર અને શિક્ષણ માટેની નીતિ તૈયાર કરવામાં આવે છે ત્યારે શિક્ષણ સમિતિના સભ્ય જ દારૂની મહેફિલ માણતા લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રાકેશ ભેખડીયા વોર્ડ નંબર 2 વરાછાના ભાજપના કાર્યકર્તા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે તેઓ મજબૂત દાવેદાર હતા, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તેવા સંજોગોમાં ભાજપના મોવડી મંડળ તરફથી તેમને નગર શિક્ષણ સમિતિમાં અન્ય કોઈ સમિતિમાં સ્થાન આપવા માટે કહેવામાં આવ્યું હતું તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.

સંખ્યાબંધની દ્રષ્ટિએ ભાજપના 10 અને આમ આદમી પાર્ટીના બે સભ્યોને નવી નગર શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તો ચૂંટણી યોજવાની જરૂરીયાત રહેતી નથી. પરંતુ ભાજપે ખેલ કરવા માટે 11માં ઉમેદવાર તરીકે રાકેશ ભેખડીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેનો દારૂની મહેફિલ માણતા વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, નગર શિક્ષણ સમિતિએ ખૂબ જ મહત્વની સમિતિઓ પૈકીની એક છે. બાળકોના શૈક્ષણિક વિકાસ માટે આ સમિતિ મહત્વનું યોગદાન આપે છે. સ્વાભાવિક છે કે, આવી સમિતિમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને સ્થાન આપવું જોઈએ. તેને બદલે રાકેશ ભીકડીયા કે, જેઓ વ્યસની માનસિકતા ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. તે ખૂબ જ શરમજનક બાબત છે. ભાજપે આવા ઉમેદવારની પસંદગી કરીને ફોર્મ ભરાઈ ગયો હોય તો તે ભાજપ માટે આત્મમંથન કરવા માટે પૂરતું છે.

જયારે બારડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠનો બીભત્સ વિડીઓ વાયરલ થયો હતો ત્યારે બારડોલી જીલ્લા પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે તેમનો આ અભદ્ર વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાતા તેમણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે સંદીપ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે, પાર્ટીની શાખને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોચાડવાના કૃત્યને કોઈ પણ ભોગે સહન નહી કરી લેવાય.

ત્યારે જોવાનું એ રહ્યું કે શું આ દારૂની મહેફિલ માણતા શિક્ષણ સમિતિના સભ્ય સામે ભારતીય જનતા પાર્ટી કોઈ એક્શન લેશે કે નહિ તે તો હવે જોવાનું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *