ભાન ભૂલ્યા ભાજપ ઉમેદવાર, કહ્યું- ‘હું જીતીશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ’

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પડઘમ વચ્ચે રાજકીય નેતાએ મતદારોને રીઝવવા કંઇપણ નિવેદનો આપી રહ્યા હતા. ત્યારે બે કે ત્રણ દિવસ અગાઉ બનાસકાંઠા(Banaskantha)ના દાંતા વિધાનસભાના ભાજપ(BJP)ના ઉમેદવારનું વિવાદિત નિવેદન સામે આવતા રાજકારણ ગરમાય ગયું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું જીતું પછી ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જે અંગે તેમના વિરૂદ્ધ દાંતા ચૂંટણી અધિકારી હર્ષાબેન રાવલે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાવી છે.

મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચી રહ્યા છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચી રહી છે. એટલા માટે તમે ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ.’ આ વિડીયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. જેમની સામે ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

આવતી કાલે છે પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *