અ’વાદમાં 30 ફૂટ ઊંડી ગટર લાઈનમાં ગરકાવ થયો યુવક, કલાકોથી અતિઆધુનિક સાધનોની મદદથી શોધખોળ શરુ પરતું…

અમદાવાદમાં સરખેજ સાણંદ ચોકડી પર આવેલી સાવન હોટલની સામે ડ્રેનેજ લાઈનમાં એક 30 વર્ષનો યુવક પડી ગયો છે. છેલ્લા 7 કલાકથી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ યુવકની…

અમદાવાદમાં સરખેજ સાણંદ ચોકડી પર આવેલી સાવન હોટલની સામે ડ્રેનેજ લાઈનમાં એક 30 વર્ષનો યુવક પડી ગયો છે. છેલ્લા 7 કલાકથી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ યુવકની શોધખોળ કરી રહી છે. બે મજૂરો દ્વારા ડ્રેનેજ લાઈનનું ઢાંકણું નાખવા માટેનું બોક્સ બનાવવાનું ચણતરનું કામ થઇ રહ્યું હતું.

લગભગ સાંજના ચાર વાગ્યા હશે, એક મજુર કઈક વસ્તુ લેવા માટે ગયો હતો, પાછો આવ્યો ત્યારે ત્યાં બીજો મજુર ન હતો. તેની ઘણી શોધખોળ કરી પરંતુ સાથી યુવક મળ્યો ન હતો. ત્યારે મજૂર ડ્રેનેજ લાઈનમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવીને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડટીમ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી.

આ ડ્રેનેજ લાઈન 25થી 30 ફૂટ ઊંડી હતી. ગટરના જે પણ હોલ દબાઈ ગયેલા હોય કે નીચે થઈ ગયા હોઈ તેને ઊંચા લેવા માટે બે મજૂરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ બે મજુર માનો એક ડ્રેનેજ લાઈનમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરબ્રિગેડ યુવાનની શોધખોળ કરી રહી છે.

સવાલ એ છે કે, શું યુવક ખરેખર અંદર પડી ગયો છે? કે પછી ક્યાંય જતો રહ્યો છે. જોકે હાલ તો ફાયરબ્રિગેડની ટીમ મેઈન હોલનાં ઢાંકણાં ખોલીને તપાસ કરી રહ્યા છે. રાત્રે ડ્રેનેજ લાઈનમાં પાણીનો ફ્લો ઓછો હોય છે તેથી તમામ હોલના ઢાંકણા ખોલીને આખી રાત તપાસ કરવામાં આવશે.

ફાયરબ્રિગેડએ યુવકની શોધ માટે અત્યાધુનિક સાધનો ઉપરાંત કર્યો છે. એરલાઇન ઓક્સિજન ટેન્કની સાથે ફાયરબ્રિગેડના જવાનને ડ્રેનેજ લાઈનમાં ઉતારવામાં આવ્યો છે. છેલ્લા સાત કલાકથી ડ્રેનેજ લાઈનમાં શોધખોળ કરવામાં આવી રહી છે. આ ડ્રેનેજ લાઈન શહેરની સૌથી મોટી ડ્રેનેજ લાઈન છે. હાલતો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનની શોધખોળ કરવાનું કાર્ય શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *