ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના છાણી(Chhani) વિસ્તારમાં જ્યાં કોઈ નથી મકાન કે રહેઠાણ, છે ફકતને ફક્ત ખેતરો. ત્યાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના કોર્પોરેટરના સૂચનથી રસ્તો બનાવી દેવામાં આવ્યો ત્યાંરે છાણી રામાકાકાની ડેરી સામે પેટ્રોલ પંપથી ક્રિષ્ના એમ્પાયર સુધીનો રસ્તો બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર બેના મહિલા કાઉન્સિલર(Councilor)નો સ્થાનિક રહીશો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપી દીધો હતો અને કહ્યું હતું કે, તમે લોકોએ વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડયા છે એટલે આ રોડ આગામી પાંચ વર્ષ સુધી બનશે નહિ જેથી 11 જેટલી સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખો દ્વારા લેખિતમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને જાણ કરવામાં આવી હતી.
શહેરના છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરીની સામેથી ક્રિષ્ના એમ્પાયર સુધીનો રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઈ છે જે અંગે સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર બેના મહિલા કોર્પોરેટર રશ્મિબેન વાઘેલાને જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો અને મામલો શહેર પ્રમુખ સુધી પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, છાણી પેટ્રોલ પંપથી ક્રિષ્ના એમ્પાયર સુધીના રસ્તામાં આવતા રહેણાંક વિસ્તાર બાલાજી બંગલોઝ, યોગી એવન્યુ, સોમદત્ત વિલા, સન ઓર્ચીડ, સત્યમ રેસીડેન્સી, માં રેસીડેન્સી, યોગીનગર ટાઉનશીપ, યોગી દર્શન ટાઉનશીપ, ગેલેક્સી હાઇટ, ગેલેક્સી ઓરા, ક્રિષ્ના એમ્પાયર અને ઓમકારા એપાર્ટમેન્ટ સોસાયટીના પ્રમુખો દ્વારા લેખિતમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે કે યોગીનગર સુધી ડામરનો રોડ ઊબડખાબડ અને સાવ ખરાબ હાલતમાં છે.
ત્યાર પછી ક્રિષ્ના એમ્પાયર સુધી રસ્તો ખરાબ અને કાચો છે. આ રસ્તો બનાવવા જુદી-જુદી જગ્યાએ રજુઆત કરી ચુકયા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે વરસાદી ગટર નહી હોવાને લીધે પાણીનો ઝડપથી નિકાલ થતો નથી અને સ્ટ્રીટ લાઈટ પણ અવારનવાર બંધ થઈ જવા પામી છે.
વધુમાં કહ્યું છે કે, યોગીનગરમાં વોર્ડ નંબર બે ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર રશ્મિબેન વાઘેલા રહે છે છતાં લોકોની માંગણી પ્રત્યે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી.
ત્યારે આ રસ્તો બનાવવા માટે વોર્ડ નંબર બેના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર રશ્મિબેન વાઘેલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, તમે લોકોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડયા છે એટલે આ રોડ આગામી પાંચ વર્ષ સુધી બનશે નહીં આ પ્રકારનું નિવેદન કરી ભાજપની ઈમેજ ડાઉન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.