ભાજપના નગરસેવક રોડના કામમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે પોતાના ખર્ચે કરાવશે ટેસ્ટિંગ

નવસારી(Navsari): શહેરમાં દશેરા(Dussehra)ના દિવસથી નવા રોડ બનાવવાની શરૂઆત કરાઈ હતી. જે રોડના કામોમાં ભ્રષ્ટાચાર(Corruption)ના થાય અને ટેન્ડર(Tender) પ્રમાણે ગુણવત્તા પ્રમાણે કામો થાય એ માટે વૉર્ડ…

નવસારી(Navsari): શહેરમાં દશેરા(Dussehra)ના દિવસથી નવા રોડ બનાવવાની શરૂઆત કરાઈ હતી. જે રોડના કામોમાં ભ્રષ્ટાચાર(Corruption)ના થાય અને ટેન્ડર(Tender) પ્રમાણે ગુણવત્તા પ્રમાણે કામો થાય એ માટે વૉર્ડ નંબર 13ના ભાજપ(BJP)ના જ નગરસેવીકાએ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન(Third party inspection)ની માગણી કરી છે એટલું જ નહીં પરંતુ આ ચકાસણી સરકારી(Government) અથવા અર્ધસરકારી એજેન્સી પાસે થાય અને એનો ખર્ચ પણ પોતે ઉઠાવવા તૈયારી બતાવી છે.

નવસારી-વિજલપોર(Navsari-Vijalpore) પાલિકા હદ વિસ્તારમાં ચોમાસાની મોસમમાં ઘણા રોડ તૂટી ગયા છે. કેટલાક રોડ થોડા જ તૂટ્યા છે,તો કેટલાક રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. રોડ બિસમાર થતા લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો. હવે પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ ના કામોના શ્રી ગણેશ કર્યા છે અને શહેરમાં રસ્તા બનાવવાની શરૂઆત દશેરા ના દિવસે શરૂ કરી દીધા છે.

દશેરાએ નવસારીમાં તિઘરા વાડી નજીકની નવકાર રેસિડેન્સી નજીક અને જયશંકર પાર્ટીપ્લોટ નજીકની પુષ્પવિહાર રેસિડેન્સી નજીક રોડ બનાવવાની શરૂઆત થઈ છે. ત્યારે આ જ વૉર્ડ ના ભાજપ ના નગરસેવિકા પ્રીતિ અમીને પાલિકામાં લેખિતમાં અરજી કરીને રોડ ના કામોમાં ભ્રષ્ટાચાર ન થાય એ માટે ટેકનિકલ સહાય ની માગણી કરી છે.

નગરસેવીકા એ પાલિકા ને કરેલી અરજીમાં જણાવ્યું છે કે નવસારી નગરપાલિકા ના વૉર્ડ નંબર 13 માં જેટલા પણ રોડ રસ્તા ના નવા કામો થવાના છે કે ચાલુ છે.એ તમામ કામો કોન્ટ્રાક્ટરે બરાબર નિયમ પ્રમાણે થાય એ માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન થવું જોઈએ અને એ ઇન્સ્પેકશન સરકારી અથવા અર્ધસરકારી એજેન્સી પાસે જ કરાવવા આવે એવી માંગ કરી છે. તેમજ તેમણે એ પણ કહ્યું છે કે જે ઇન્સ્પેકશન નો ચાર્જ થશે એ પોતે ભોગવશે.

આમ તો કોન્ટ્રાક્ટરો રોડ ના કામોમાં ગોબચારી કરતા હોય એવી ઘણી ફરિયાદો સાંભળવા મળી છે. પરંતુ નગરસેવીકા દ્વારા કરાયેલી માંગ કેટલી સફળ થશે એ તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *