ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા દરમિયાન સાબરકાંઠા ખાતે જનસભામાં જનતાને સંબોધતા કહ્યું કે, ગરીબી અને મોંઘવારી દૂર કરવા જરૂર છે હર ઘર રોજગાર મુહિમ. કારણકે રોજગારથી જ યુવાનો પ્રગતિ કરશે અને આ આમ આદમી પાર્ટી જ આપી શકે છે એ આખું ગુજરાત જાણી ગયું છે એટલે અત્યારે દરેક ઘરેથી એક જ અવાજ આવે છે. હર ઘર ઝાડુ , ઘર ઘર ઝાડુ. આજે આખા ગુજરાતને ફક્ત આમ આદમી પાર્ટીથી જ વિશ્વાસ છે, કારણકે ભાજપ કોંગ્રેસ ક્યારેય જનતાનું ભલું નહિ કરે એ બધા ને ખબર પડી ગઈ છે.
અમુક ભ્રષ્ટાચારી લોકો છે, જેમના કારણે જનતાની મહેનતનો રોટલો એ આ ભ્રષ્ટાચારી લોકો છીનવીને જતા રહે છે. એમને રોકવા માટેની આ લડાઈ હતી જે હું છેલ્લા ઘણા સમયથી લડી રહ્યો છું. બિન સચિવાલયનું પેપર હોય, LRDનું પેપર હોય, હેડ ક્લાર્ક નું પેપર હોય, આ બધા પેપર ની હકીકત અમે લોકોની સામે લાવ્યા એટલે અત્યારે એ લોકોને એમની દુકાનો બંધ થઈ જવાનો ડર લાગી રહ્યો છે. અત્યાર સુધી એમની મામા ભાણીયાની કાકા ભત્રીજાની, ઓળખાણવાદની પરિવારવાદની સિસ્ટમ ચાલતી હતી, એ હવે બંધ થઈ રહી છે કેમ કે અમે એમની હકીકત લોકો સામે લાવ્યા છીએ. એટલે હવે મને ફસાવાની કોશિશ થઈ રહી છે.
હું જે વિદ્યાર્થીનીને બચાવવા ગયો હતો તો એને કહ્યું કે, આ તો મારવા આવ્યો હતો. ના હોય એવો ગુનો બનાવીને મને ફસાવવાની કોશિશ કરવામાં આવી. પણ એ લોકો આમાં કાચા પડ્યા કારણ કે એ લોકોને ખબર ન હતી કે આ યુવાનોની તાકાત શું છે. અમે આજે તમારા માટે લડીએ છીએ તમારા બાળકોના આવનારા ભવિષ્ય માટે લડીએ છીએ.
જો ભાજપને મત આપીએ તો તે તેના મળતીયાઓને સેટ કરે, જો કોંગ્રેસને મત આપીએ તો તે ભાજપના ખોળામાં જઈને બેસી જાય. પ્રજા કોને મત આપે? આ એક મુશ્કેલ સવાલ હતો. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છીએ આમ આદમી પાર્ટીનો એક ઉત્તમ વિકલ્પ આપણી સામે રજૂ કર્યો. આમ આદમી પાર્ટીનો વિકલ્પ ઈમાનદાર છે, પ્રમાણિક છે, સક્ષમ છે. આપણે ગામડામાં રહેતા હોઈએ તો આપણી મુખ્ય જરૂરિયાતો હોય રોડ રસ્તા વીજળી પાણી સારી સ્કૂલ સારું દવાખાનુ, પણ હાલ બધા ગામમાં આ છે નહીં. જે તે સમયે આપણને મોટા મોટા સપના દેખાડવામાં આવ્યા હતા કહેવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી થઈ જશે પણ આજે અહીંયા હાજર ખેડૂતોને ખબર જ છે કે કોઈની આવક બે ગણી થઈ નથી. આવકની જગ્યાએ આજે જાવક બમણી થઈ ગઈ છે. આજે ગેસના ભાવ બમણા થઈ ગયા સીંગતેલના ભાવ બમણા થઈ ગયા અને ગાયો ભેંસોને જે ખોરાક આપો છો એના પણ ભાવ બમણા થઈ ગયા છે.
આપણને ગામમાં રાશન મળે છે? ગામમાં રાશન ની દુકાન છે? આપણી દિલ્હીમાં જે વ્યવસ્થા છે જ્યાં સરકાર છે આમ આદમી પાર્ટીની ત્યાં ઘરે ઘરે રાશન દઈ જાય છે. બીજા બધા ગામમાં રાશનની દુકાન નથી. બીજા બધા સ્ટેશનને 24 કલાક વીજળી નથી આવતી. આપણે બધા ખેતી કરતા હોઈએ છીએ. આપણને એવું કહેવામાં આવ્યું હતું કે, તમારી ખેતીની આવક 2022 માં ડબલ કરી દેશું, 2014માં વાયદો કર્યો હતો. સિંગતેલના ભાવ ડબલ થઈ ગયા.
આપણી આવક ડબલ નથી થઈ, આવક ત્યાંની ત્યાં જ છે, કદાચ તેના કરતાં ઘટી ગઈ વધી નથી. હવે એના માટે લડવું છે. કે જે ખોટી રીતે ખોટું બોલીને, જુઠાણા ચલાવે છે, એવી ભારતીય જૂઠાણા પાર્ટી સામે લડીએ છીએ. ભાજપ જે જુમલા આપે છે, કે પહેલા એવું કહેતા કે એક વર્ષમાં બે કરોડ રોજગારી આપીશું, આપી કોઈને? રોજગારી છીનવી લીધી આપી કોઈને નહીં. બેરોજગારી વધી ગઈ. 15,00,000 કોઈના ખાતામાં આવ્યા ગયા ખરા? ખાતામાં આપણે જે ખેતીની આવક આપણે જે દિવસ રાત મજૂરી કરી પૈસા મેળવ્યા, તેમાંથી પૈસા ચૂકવ્યા ઘઉં હોય બીજું બધું હોય તેના પર પણ ટેક્સ લાગવા માંડયો. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. દેશની મિલકતો વેચાઈ ગઈ. એક નવી સરકારી શાળા નથી બનાવી. નવી સરકારી શાળા તમે ગુજરાતમાં ક્યાંય જોઈ હોય છેલ્લા આટલા શાસનમાં? 27 વર્ષની ભ્રષ્ટ ભાજપની સરકાર નું શાસન ચાલે છે એક પણ સરકારી શાળા બની? પ્રાઇવેટ બની.
એમના છોકરાને BCCI ના ચેરમેન બને અને આપણા છોકરા અગ્નિવીર બનાવે. ચાર વર્ષની નોકરી આપે પછી ઘરે બેસવાનું. આવી ખરાબ પરિસ્થિતિ છે. આવી ખરાબ પરિસ્થિતિમાં જો ગામ નો કચરો હોય કે ઘરનો કચરો હોય સાફ કરવા માટે જાડું જ ચલાવવું પડે, અને 2022 ની ચૂંટણી આવી રહી છે. એટલે હું તમને વિનંતી કરું છું કે જાડુ નું બટન દબાવશો તો આ ગંદકી સાફ થશે આ ગંદકી બીજું કોઈ સાફ નહીં કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.