ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પરિણામ આવી ચૂક્યા છે. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. ત્રણેય જગ્યાઓએ ભાજપે જંગી જીત મેળવી છે. ત્યારે ભાજપને અમદાવાદમાં કડવો ઘૂંટ પીવાનો વારો આવ્યો છે.
જીતેલા બાજી પણ હારી હોય તેવો ઘાટ અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થયો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 30 બેઠક પર ભાજપે જીત મેળવી છે. પરંતુ કોંગ્રેસ તરફથી શાહપુર બેઠક પર જીતેલા ઉમેદવાર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થશે. તેનું કારણ પણ ચોંકાવનારું છે. કોંગ્રેસ ભલે જિલ્લા પંચાયતમાં માત્ર ચાર બેઠક જીતી છે પરંતુ કોંગ્રેસ એક સભ્યનું પલડું ભારે થઇ ગયું છે. જીત ભલે ભાજપની થઇ છે પણ પ્રમુખ તો કોંગ્રેસના જ બનશે.
અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનશે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે. કોંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર ભાજપના ઉમેદવાર હરાવી ચૂંટણી જીત્યા છે. આથી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને ૩૪ માથી ૩૦ બેઠક મળી છે.
અમદાવાદ જીલ્લાની શાહપુર બેઠક પરથી પારુબેન અંબારામભાઇ પઢારને 9018 મત મળ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 3 બેઠક બિન હરીફ થઇ હતી. 27 બેઠકો પર ભાજપનો વિજય થયો છે માત્ર ગલસાણાં, માણકોલ, શાહપુર અને વિરોચનનગર બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. 2015ની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી 16 ભાજપને જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. એક બેઠક બિન હરીફ રહી હતી.
જિલ્લામાં તમામ ૩૪ બેઠકોમાંથી ફક્ત વિરમગામ તાલુકાની શાહપુર બેઠક જ એકમાત્ર અનુસુચિત જનજાતિ ( એસ.ટી.)અનામત બેઠક છે. જ્યાં કોંગ્રેસે ભાજપને હાર આપીને આ બેઠક જીતી લીધી છે. ભાજપના ઉમેદવાર લલીતાબેન કરશનભાઇ પઢારની હાર થઇ છે. જ્યારે કોંગ્રેસના પારૂબેન જીતી ગયા છે. તેથી આ ચમત્કાર સર્જાયો છે.ભાજપ ૩૦ બેઠકો જીતીને પણ પ્રમુખપદ જેવો મોભાદાર હોદ્દો મેળવી શક્યું નથી. જ્યારે ભારે રકાસ બાદ પણ ચાર બેઠકો જીતીને પણ કોંગ્રેસે આ મોભાદાર હોદ્દો મેળવીને ભાજપને લપડાક મારી છે.
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે 80 ટકા કરતાં વધુ બેઠકો પર જીત મેળવી છે. BJPએ આ ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતો જીતી છે. જ્યારે 81 નગરપાલિકામાંથી 75 BJPએ અને 3 કૉંગ્રેસએ તેમજ 3માં અન્યએ જીત મેળવી છે. જ્યારે રાજ્યની 321 તાલુકા પંચાયતમાં 196 BJPએ, 33 કૉંગ્રેસે અને અન્યએ 0 પર જીત મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle