ગુજરાત(Gujarat)માં 2022ની વિધાનસભા ચુંટણી આવી રહી છે. જેને કારણે રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ રહી છે. પછી તે ભાજપ(BJP) હોય, કોંગ્રેસ(Congress) હોય કે આપ(AAP) હોય. તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર પ્રચારમાં લગાવી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ગામડે-ગામડે અને ઘરે-ઘરે જઈને દિલ્હી મોડેલ અંગેનો સંદેશો લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોની સમસ્યાનું જેમ બને તેમ વહેલી તકે નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.
View this post on Instagram
ત્યારે આ ચુંટણી પ્રચાર વચ્ચે દિલ્હીમાંથી એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો હવે લોક મુખે ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. આ વિડીયોમાં ભાજપના નેતા દિલ્હીમાં પ્રચાર કરવા માટે નીકળ્યા છે. તે એક વ્યક્તિને મળે છે અને ભાજપના નેતા તેને પૂછે છે કે, પાણી આવે છે? ત્યારે તેનો પ્રત્યુતર આપતા કહે છે કે, હા પાણી આવે છે.
ભાજપના નેતા તેને બીજો સવાલ કરતા કહે છે કે, વીજળીનું બિલ તો આવે છે ને? પહેલા વ્યકિતએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, ના, નથી આવતું. ભાજપના નેતા ત્રીજો સવાલ પૂછે છે કે, કોઈ સમસ્યા તો નથી ને? ત્યારે દિલ્હીવાસી જવાબ આપતા કહે છે કે, ના કોઈ સમસ્યા નથી.
ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચુંટણી વચ્ચે આ પ્રકારનો ભાજપના નેતાનો વિડીયો વાયરલ થતા હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં આ દિલ્હી ભાજપના નેતાઓ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.