બલરામ થવાણી બાદ અમદાવાદથી જ બીજા બીજેપીના નેતાની કરતૂત સામે આવી છે. ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીવાળી હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પોલીસે 18 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલમાં નબીરાઓ જુગાર રમી રહ્યા હોવાની પોલીસને માહિતી મળતા પોલીસ તત્કાલીન એક્શનમાં આવી અને અચાનક હોટલ પર રેડ કરી. જેમાં પોલીસે જુગાર રમતા 18 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મહત્વની વાત એ છે કે, ગોકુલ હોટલ ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીની છે. ત્યારે એક બીજેપી નેતાની હોટલમાં જુગારધામ ઝડપાતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ ઉભો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, રથયાત્રાને લઈ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વોચમાં છે. તથા ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં હાલમાં પોલીસની બાજ નજર રહેલી છે. આ સમયે પોલીસને બાતમી મળી હતી કે, સોલા વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલ ઉર્ફે ગોકુલ ક્લબમાં જુગાર રમવામાં આવી રહ્યો છે. પોલીસે તુરંત ત્યાં પહોંચી સર્ચ ઓપરેશન કર્યું તો, ત્યાંથી 18 જેટલા લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. કહેવાય છે કે, છેલ્લા કેટલાએ સમયથી અહીં જુગારધામ ચાલી રહ્યું હતું, તેવી માહિતી મળતા પોલીસે રેડ કરી હતી.
હાલમાં પોલીસ જુગારીઓને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે, અને પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી જુગારધામમાંથી ઝડપાયેલા લોકો કોણ છે તેની માહિતી પોલીસે આપી નથી. પરંતુ, મહત્વની વાત એ છે કે, બીજેપી પક્ષ સાથે જોડાયેલા નેતાની માલિકીની આ હોટલમાં જુગારધામ ઝડપાયું છે જેથી એવું ચોક્કસ કહી શકાય કે જુગારમાં ઝડપાયેલા લોકો પણ મોટા માથા હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે ન્યૂઝ18 સાથે વાત ચીત કરતા ભવાન ભરવાડે જણાવ્યું કે, આ રેડ પડી ત્યારે હું હોટલ પર હાજર ન હતો, મારી ગેરહાજરીમાં હોટલની અંદર આવેલી એક ઓરડીમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો. જેના વિશે અમને કોઈ જાણ ન હતી. રેડ પડી અને પોલીસ લોકોને લઈ ગઈ, ત્યારબાદ મને ખબર પડી. પોલીસ કોને કોને પકડી ગઈ છે તે પણ મને ખબર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.