‘કમા’ની રાજકારણમાં એન્ટ્રી! ભાજપ નેતાએ દિવ્યાંગ કમાની રાહુલ ગાંધી સાથે સરખામણી કરતા કહ્યું…

ઘણા સમયથી ગુજરાતમાં લોકપ્રિય થયેલો કમો, હર કોઈના દિલમાં વસી ગયો છે. ત્યારે કમાનું નામ રાજકારણમાં ઉછળતા નવો ખળભળાટ મચ્યો છે. ભાજપ નેતા અને મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગ નો એક વિડીયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપનેતા કમાની સરખામણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કરી રહ્યા છે. આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

વિશ્વાસ સારંગના વાયરલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ‘આ કોણ છે… આ તો કમો છે… તમે જોઈ શકો છો કે કમા એ તેની યાત્રા શરૂ કરી છે, અને લોકો તેને ‘ભારત જોડો’ કહે છે. તે પોતે ગરીબી હટાવવાની વાત કરે છે અને 40 હજાર રૂપિયાનું ટીશર્ટ પહેરે છે.’ આટલું નહિ વિશ્વાસ સારંગે સોનિયા ગાંધીને કમાની ‘મમ્મી’ તરીકે ઉલ્લેખ કર્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વધુમાં ભાજપ નેતા વિશ્વાસ સારંગ સોનિયા ગાંધીને નિશાને લેતા કહે છે કે, ‘કમા ની મમ્મી મનમોહનસિંહને રિમોટથી કંટ્રોલ કરતી હતી.’ આ સમગ્ર નિવેદન ભાજપ નેતા વિશ્વાસ સારંગે અંબાજીમાં પાર્ટીને બેઠક દરમ્યાન કર્યું હતું.

આ રીતે કમાનું નામ રાજકારણમાં ઉછળતા લોકોની લાગણી દુભાઈ છે. સાથે લોકો કહી રહ્યા છે કે, દિવ્યાંગ કમા નું નામ આ રીતે ના ઉછાળવું જોઈએ. સાથોસાથ દિવ્યાંગ કલાકારની આ રીતે મજાક ઉડાવનાર બદલ ભાજપનેતાની ટીકા કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું હતું કે, એક દિવ્યાંગ કલાકારની આવી રીતે મજાક ઉડાડવી ખૂબ જ ટીકા પાત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *