ભાજપ નેતાનો પુત્ર ભારત છોડી વિદેશ અભ્યાસ માટે ગયો- જુઓ લોકોએ કેવા ટોન્ટ માર્યા

ગુજરાત(Gujarat): આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી(Assembly elections) આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા(Prafulbhai Pansheriya)ની એક ટ્વીટ પર લોકો દ્વારા ખરાખરીની કોમેન્ટો મારવામાં આવી છે. અમે તમને જણાવી દઈએ કે, સુરતના મેયર હેમાલી બોઘવાલાની દીકરી પણ વિદેશ અભ્યાસ માટે ગઈ હતી, જેને ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે અત્યારે પ્રફુલ પાનશેરીયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ ટ્રોલ થઈ રહ્યું છે.

ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
અમે તમને જણાવી દઈએ કે, ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જે ટ્વીટમાં તેનો દીકરો અભ્યાસ માટે લંડન જઈ રહ્યો છે જેને લઈને લખવામાં આવ્યું છે કે, મારો પુત્ર વાસુ આજરોજ અભ્યાસ અર્થે લન્ડન જઈ રહ્યો છે. મૂલ્યનિષ્ઠતા અને સત્યતા સાથે તે પોતાની કારકિર્દી બનાવે એવી ઇષ્ટદેવ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું.

ટ્વીટની કોમેન્ટ જુઓ લોકોએ કેવા-કેવા ટોન્ટ માર્યા:
પ્રફુલ પાનશેરીયા દ્વારા ટ્વીટ તો કરવામાં આવ્યું છે, સાથે લોકો દ્વારા કોમેન્ટનો મારો ચલાવી દીધો છે. ભાજપ નેતાનો પુત્ર ભારત છોડી વિદેશ અભ્યાસ માટે જઈ રહ્યો છે, જેને લઈને લોકો દ્વારા પોતાના અભિપ્રાયો રજુ કર્યા છે. જેમાં એક વ્યક્તિએ લખ્યું છે કે, ખૂબ સરસ ભાઈ….અભિનંદન… પણ ગુજરાતના યુવાનોને આ ટ્વિટ ધ્યાને લેવું જરૂરી છે….પોતાનો છોકરો લંડન ભણવા જાય, અમિત શાહનો છોકરો વિદેશમાં બીઝનેસ કરે ..આમ જનતાનો છોકરો..દર દર ભટકે…નોકરી માટે…પેપર ફૂટે…અનાજ માટે સસ્તા અનાજની દુકાને જાય… દુકાનદાર ધક્કા ખવડાવે આજે નથી કાલે આવજો…

વધુ એક યુઝરે લખ્યું છે કે, દેશ મા શિક્ષણ નથી સારુ આ 27 વર્ષ થી ગુજરાત 8 વર્ષ દેશ મા આ તમારી સરકારની નાકામયબી બતાવે છે કે વિદેશ જવું પડે, ભાજપ હટાવો દેશ બચાવો… જયારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, MLA થઈ જો પોતાના પુત્ર ને અભ્યાસ માટે વિદેશ મોકલતા હોય તો ગુજરાતનું શિક્ષણ કેવું હશે એ આપણે વિચારી શકીએ છીએ.

અન્ય એક વ્યક્તિએ લખતા જણાવ્યું છે કે, ભણવા માટે જો લંડન જવું પડતું હોય તો પછી ગુજરાતના વિકાસ ના નામે અફવા કોણ ફેલાવી રહ્યું છે. વધુ એક યુઝરે લખ્યું છે કે, સાહેબ અમારે પણ વિદેશ ભણવું છે પણ અમારી પાસે પૈસા નથી કારણ કે અહીં તો શિક્ષણ ની કોઈ કિંમત નથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *