ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતા સાથે છે મુકેશ અંબાણીના પારિવારિક સબંધ -જાણો કેવી રીતે…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં ઘણાં સમય પહેલાં લાગુ થયેલ લોકડાઉનનો મોટો ફાયદો ભારતમાં માત્ર મુકેશભાઈ અંબાણીને જ થયો છે. હાલમાં એમને જ લઈને એક જાણકારી સામે આવી રહી છે.ગુજરાતમાં BJP સરકારમાં મંત્રી સૌરભ પટેલ રાજ્યનાં જાણીતાં નેતાઓમાંનાં એક છે પણ તેઓ કેટલાંક લોપ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે.

જો કે, તેઓ ઘણાં ઓછા લોકો જાણે છે કે, દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સાથે એમનું સગપણ છે. વાસ્તવમાં તો તેઓ મુકેશ અંબાણીની પિતરાઈ બહેન ઈલા અંબાણીનાં પતિ છે. ઈલા રમણિકભાઈ અંબાણીનાં દીકરી છે, જેઓ મુકેશ અંબાણીનાં મોટા ભાઈ હતાં. આ રીતે સૌરભ પટેલ સંબંધમાં મુકેશ અંબાણી તથા અનિલ અંબાણીનાં બનેવી છે.

હાલમાં ગુજરાતની BJP સરકારમાં સૌરભ પટેલની પાસે ઉર્જા મંત્રાલયની જવાબદારી બજાવી રહ્યાં છે. આ પહેલાં તેઓ નાણામંત્રાલય, પેટ્રોકેમિકલ્સ તથા ઉદ્યોગ સહિત કેટલાંક મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે.આની સિવાય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની સફળતામાં પણ સૌરભ પટેલનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. એક સમય એવો હતો, કે જ્યારે નરેન્દ્ર મોદી પછી સૌરભ પટેલને રાજ્યનાં CM પદનાં દાવેદાર માનવામાં આવતાં હતાં.

જો કે, મોદીનાં PM બન્યા પછી આનંદીબેન પટેલને રાજ્યનાં CM બનાવવામાં આવ્યા હતાં. આપને જણાવી દઈએ કે, સૌરભ પટેલનાં સસરા રમણિકભાઈ અંબાણી પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સંસ્થાપક સદસ્યોમાંનાં એક હતાં. આટલું જ નહી પરંતુ એમનાં દીકરા વિમલ અંબાણીનાં નામ પર જ રિલાયન્સ ગ્રુપે કપડાની જાણીતી બ્રાંડ વિમલને શરૂ કરી હતી.

વર્ષ 1924માં જૂનાગઢમાં જન્મેલ રમણિકભાઈ અંબાણીનું આ વર્ષે જૂલાઈમાં 95 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયુ હતુ. રમણિકભાઈનાં પત્ની પદ્માબેનનું વર્ષ 2001માં જ અવસાન થઈ ગયુ હતુ. ઈલા અંબાણીની સિવાય એમને વધુ કુલ 2  પુત્રીઓ છે, નીતા તેમજ મીના. રમણિકભાઈ 90 વર્ષની ઉંમર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો ભાગ હતા પણ વર્ષ 2014માં તેઓ હટી ગયા હતા.

ત્યારબાદ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીએ એમની જગ્યા લઈ લીધી હતી. અહી ઉલ્લેખનીય છે કે, રિલાયન્સનાં સંસ્થાપક ધીરુભાઈ અંબાણી કુલ 3 ભાઈઓ હતા. જેમાં રમણિકભાઈ એ સૌથી મોટા હતાં. એમના નાના ભાઈ ધીરુભાઈ અંબાણી હતાં તેમજ સૌથી નાના ભાઈ હતા નાથૂભાઈ અંબાણી. એમના પુત્રનું નામ વિપુલ અંબાણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *