ભાજપ નેતા છાપી રહ્યો હતો સરકારી નકલી પુસ્તકો, પકડાયા કરોડોની કિમતના બોગસ ચોપડા

મેરઠ પોલીસ અને એસપીએફના સંયુક્ત રેડ અભિયાનમાં પકડવામાં આવેલ ૩૫ કરોડની એનસીઇઆરટીના પુસ્તકો ભાજપ નેતાના પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવી રહી હતી.રેડ દરમ્યાન છ પ્રિન્ટિંગ મશીન મળી આવ્યા હતા. ભાજપ નેતા એનસીઇઆરટીના નકલી પુસ્તકો છાપી રહ્યો હતો. મેરઠથી પુસ્તકોની સપ્લાય અન્ય બીજા રાજ્યોમાં જેમકે ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનમાં કરવામાં આવતી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં ઘણા જિલ્લાઓમાં આ નકલી પુસ્તકો મોકલવામાં આવતા હતા.

એનસીઇઆરટીના પુસ્તકો મેરઠમાં મોટા પ્રમાણમાં છાપવામાં આવી રહ્યા હતા. આ પુસ્તકો જ્યારે આર્મી સ્કૂલ સુધી પહોંચી તો ચૂપચાપ રીતે તેની તપાસ આર્મીએ પોતાના સ્તરે કરાવી. ત્યાર બાદ માલૂમ પડયું કે આ પુસ્તકો મેરઠના પરતાપુર વિસ્તારમાં છાપવામાં આવી રહ્યા હતા. આર્મી ઇન્ટેલિજન્સએ આ સમગ્ર મામલાને મૂળ સુધી પહોંચી ગઈ,જોકે મામલો સિવિલ પોલીસનો હતો એટલા માટે આ સમગ્ર જાણકારી એસટીએફ ને આપવામાં આવી. એસટીએફએ પુસ્તકોનું આ કૌભાંડ ઝડપવા માટે જાળ પથારી અને આજે મેરેઠ પોલીસ ના સહયોગથી પ્રિન્ટિંગ પ્રેસમાં રેડ મારી ૩૫ કરોડના નકલી પુસ્તકોનો જથ્થો જપ્ત કરી લીધો છે.

જે સમયે એસટીએફએ પ્રિન્ટિંગ પ્રેસમાં રેડ કરી તે દરમ્યાન તેમાં કામ ચાલી રહ્યું હતું. તમામ પ્રિન્ટિંગ મશીન ચાલુ હતા અને પુસ્તકોનું છાપણી અને તેનું બાઇન્ડીંગનું કામ કર્મચારીઓ કરી રહ્યા હતા. એસટીએફએ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરી રહેલા બે ડઝન લોકોની પૂછપરછ કરવા માટે ધરપકડ કરી જેમાં મહિલાઓ પણ સામેલ છે. જેમના નામ સરનામાં નોંધી પોલીસે તેમને છોડી મૂક્યા છે.

જે સમયે પ્રિન્ટિંગ પ્રેસમાં સીઓ અને એસટીએફ રેડ કરી તે દરમિયાન ભાજપ નેતા અને પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ હાજર હતો. ભાજપનો ઝંડો લગાવેલી ક્રેટા ગાડીમાં બેસીને આરામથી ફરાર થઈ ગયો. ગાડી ઉપર ભાજપનો ઝંડો લાગેલો હોવાના કારણે પોલીસે પણ તે કારણે રોકવાની હિંમત ન કરી. આ પ્રિન્ટીંગ પ્રેસ કરતારપુર પોલીસ સ્ટેશનના કાશી ગામમાં ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *