સુરતમાં રીઢો ગુનેગાર ઝડપાયો, કરી હતી ચોરી આટલી બધી ગાડીઓની ચોરી

સુરત શહેરના નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અધિક પોલીસ કમિશનર અને ક્રાઇમને આપેલા સુચનાના અનુસંધાને…

સુરત શહેરના નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અધિક પોલીસ કમિશનર અને ક્રાઇમને આપેલા સુચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશનરે તથા અન્ય પોલીસ અધિકારીઓએ ટીમ વર્ક કરી બાતમીના આધારે આરોપી વિરેન્દ્ર જયંતીભાઈ મકવાણા ઉંમર વર્ષ ચાલીસ, રહેઠાણ રોહિત ફળિયુ, રામપુરા પેટ્રોલ પંપ પાસે, ચોરીની હીરો સ્પ્લેન્ડર બાઇક સાથે ઝડપી પાડેલ છે.

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન લાલ ગેટ વિસ્તારમાં એલઆઇસી ઓફિસના પાર્કિંગમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર ગાડીની ચોરી કરી હતી ત્યારબાદ કતારગામ વિસ્તાર માંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરેલ તેમાં પકડાઈ ગયો હતો. ત્યારબાદ તે લાજપોર જેલમાં બંધ હતો.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને કારણે તેને પેરોલ ઉપર છોડવામાં આવ્યો હતો તે દરમિયાન તેણે વરાછા સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડાની વધુ એક ચોરી કરી હતી. આ ઉપરાંત તેણે વરાછા પોદાર આર્કેડ પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

હાલમાં આ ગુનાનો ભેદ સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે અને આરોપીની ધરપકડ કરી છે. નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે PCB અને ક્રાઈમ બ્રાંચ ને એક્ટીવ કરતા સતત ગુનેગારો હાથ લાગી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *