કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના મહામારી ના સમય માં પ્રજા માટે કડક કાયદાઓ લાવી રહી છે, તો બીજુ બાજુ સરકારમાં બેસેલા નેતાઓ જ નિયમ ના ધજાગરા ઉડાવી રહી છે. વાત છે આજ ની પેટાચુટણી ના પરિણામ ની, જેમાં બેફામ બનેલા ભાજપ ના નેતા ઓ અને કાર્યકરો જાહેરમાં ફટાકડા ફોડી ગરબે ઘૂમ્યા તો બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા જાહેર માં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે તો સવાલ એ ઉભો થાય છે કે નીયમો ફક્ત આમ જનતા માટે જ છે કે અને ભાજપી નેતા કાર્યકરો માટે નથી?
વિજય રૂપાણીની ગુજરાત ભાજપ સેનાના ઉન્માદી કાર્યકરોના ઠેરઠેર ટોળા ભેગા કરી જીતની ઉજવણી કરતા જોવા મળ્યા. ઘણા દ્રશ્યો સોશિયલ મીડિયામાં આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે કાર્યકરો નેતાએ માસ્ક પણ નથી પહેર્યા અને સોશીયલ ડીસ્ટન્સના પણ ધજાગરા ઉડાડ્યા હતા.
ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોનો ઝોક ભાજપની તરફેણમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 8 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપ જીત તરફ જઈ ચુક્યું છે જયારે મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ હાર સ્વીકારી લીધી છે. જીતનાં સમાચાર સાથે જ ભાજપનાં મુખ્યાલય ખાતે જશ્નની શરૂઆત થઈ ગઈ છે. ઢોલ નગારા અને ગરબાનાં તાલે કાર્યકરો ઝુમ્યા હતા.