આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપર્યા એવા એવા શબ્દો કે ભાજપ નેતાઓ ગામમાં મોઢું છુપાવી ચાલવા લાગ્યા

ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બની રહી છે. AAPના નેતાઓના કહેવા અનુસાર, ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ચુંટણી લડવા માટે ઉમેદવારો નહોતા મળતા, હવે તે વિસ્તારોમાં 5-5 ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છે. તમામ રાજકીય પાર્ટીઓએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપણે સૌ જાણીએ છીએ કે, ચૂંટણી તૈયારીઓમાં આમ આદમી પાર્ટીને બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ભાજપ-કોંગ્રેસને વારંવાર મત આપ્યા છતાં પણ લોકોને શિક્ષણ, પાણી, સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ત્યારે સામાન્ય માણસનો અવાજ બનીને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પરીવર્તનયાત્રા સ્વરૂપે જનવેદનાને વાચા આપવામાં આવી રહી છે. જેને કારણે ગુજરાતમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.

વધુમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, રોજબરોજ જીવનમાં થતી હાડમારી ભાજપ નિર્મિત, ભાજપ નેતાઓ માત્ર પોતાના ખિસ્સા ભરી જતા રહે છે. એટલા માટે ગુજરાતની જનતા અમને એક મોકો આપે, આમ આદમી પાર્ટીને એક મોકો આપે, અરવિંદ કેજરીવાલને એક મોકો આપે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટી સામે જાણે કે સીધી લડાઈમાં ના ઊતરી ગયા હોય! જોકે સામે પક્ષે આમ આદમી પાર્ટી પાછી પાની કરવાનું નામ નથી લઇ રહી, કારણ કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાજકીય કૂટનીતિ એકદમ મજબૂત કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *