સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આ કોરોનાની મહામારીને કરને કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાય પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તો ક્યાંક અપૂરતી સુવિધાઓને કારણે પણ દર્દીઓના મૃત્યુ થયું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો સંપૂર્ણ રીતે ભરાય જતા દર્દી માટે અલગ અલગ વિસ્તારમાં અઈશોલેશન સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેને લીધે દર્દીઓ પોતાની સારવાર સરળતાથી લઇ શકે. ત્યારે હાલમાં જ ભાજપના ધારાસભ્ય એક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવી રહેલી બોટલમાં ઇન્જેક્શન ચડાવતા નજરે ચડી રહ્યા છે. જાણીએ શું છે સમગ્ર મામલો…
કોરોના કાળમાં ફરી એક વખત ભાજપના ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. સુરતના કામરેજ વિસ્તારના ધારાસભ્ય એવા વીડી ઝાલાવડિયાનો વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે. તમે વીડીઓમાં સ્પષ્ટ જોઈ શકે છો કે કેવી રીતે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા આઇશોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીને ચડાવેલ બોટલમાં ઇન્જેક્શન આપી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, 5 ધોરણ પાસ ધારાસભ્ય વી.ડી ઝાલાવડીયાને દર્દીને ઇન્જેક્શન આપ્યું શા માટે ?? ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પાસે નથી કોઈ અનુભવ કે નથી કોઈ ડીગ્રી છતા પણ કોરોનાના દર્દીને ઇન્જેક્શન આપવાની મંજુરી કોણે આપી? જેને લીધે દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઇ શકત.
ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મે કોઈ દર્દીને ઇન્જેક્શન નથી આપ્યું પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીને ચડાવવામાં આવેલ બોટમાં ઇન્જેક્શન આપ્યું છે. મે આ એક પ્રકારની સેવા કરી છે. ડોક્ટરને પૂછીને જ મેં આ ઇન્જેક્શન દર્દીની બોટલમાં આપ્યું છે. જો તમને એવું લાગતું હોય કે મે કોરોનાના દર્દીઓને ઇન્જેક્શન આપ્યું છે તો તમે આઇશોલેશન સેન્ટરે જઈને દર્દીઓને પૂછી શકો છો.
સાથે ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયાએ જણાવતા કહ્યું છે કે, તમને લોકોને એમ લાગતું હોય કે, મારાથી કોઈ ભૂલ થઇ છે તો માફી માંગું છું. સાથે વીડી ઝાલાવડિયાએ જણાવતા કહ્યું હતું કે, હું અને મારા કાર્યકર્તા સતત કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છીએ અને ૨૦૦ જેટલા દર્દીઓને સારા કરીને અમે તેમણે ઘરે પરત મોકલ્યા છે. જો મે આ ઇન્જેક્શન આપીને કોઈ ભૂલ કરી હોય તો માફી માંગું છું.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.