20-21 મી સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન વિરુદ્ધ BJP ના ધારાસભ્ય અભિમન્ય પવારે એક ફરિયાદ નોંધાવી છે. અભિમન્ય પવારે અમિતાભ બચ્ચન વિરુદ્ધ હિન્દુઓને ધાર્મિક ભાવનાઓમાં ભડકાવવા વિશેનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદ મહારાષ્ટ્રના લાતૂર વિસ્તારમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હાલમાં પોલીસે આ ફરિયાદને સ્વીકારી લીધી છે પણ હજી સુધી અમિતાભ બચ્ચન વિરુદ્ધ FIR નોંધવામાં આવી નથી. લાતૂર પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં અભિમન્યુ પવારે કહ્યું હતું કે, સોની ટીવી પર પ્રસારિત થતા કેબીસી કાર્યક્રમમાં અભિતાભ બચ્ચન દ્વારા પુછાયેલા એક સવાલથી હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.
અમિતાભ બચ્ચને પોતાના કાર્યક્રમ કેબીસીમાં એવો સવાલ પૂછ્યો હતો કે, 25 ડિસેમ્બર 1927 ના રોજ ડો. ભીમરાવ આંબેડકર અને તેમના અનુયાયીઓએ નીચેનામાંથી કયા ધર્મગ્રંથની એક કોપી સળગાવી દીધી હતી? જે સવાલના વિકલ્પ આ પ્રમાણે હતા, A. વિષ્ણુપુરાણ, B. શ્રીમદ ભગવદ ગીતા, C. ઋગ્વેદ, D. મનુસ્મૃતિ.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના મત અનુસાર , સવાલમાં આપવામાં આવેલા ચારેય ઓપ્શન હિન્દુ ધર્મ ગ્રંથો સાથે જ જોડાયેલા છે. જો એવો ઈરાદો ન હોય તો પછી તેમણે ચાર ઓપ્શનમાં અલગ-અલગ ધર્મગ્રંથોના નામ આપવા જોઈએ ને. પરંતુ અહીં માત્ર હિન્દુ ધર્મના બધા ગ્રંથોના જ ઓપ્શન આપવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને આવું કરીને હિંદુઓની આસ્થાને એક મોટી ઠેસ પહોંચાડી છે.
હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો વચ્ચે મતભેદ પેદા કરવાનો પ્રયાસ અમિતાભ બચ્ચન અને સોની ટીવી દ્વારા કરવામાં આવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ખૂબ જ નિકટ અને ફડણવીસના પીએ પણ રહી ચૂકેલા અભિમન્યુ પવારના મુજબ, આ સવાલ એ એક સમજી વિચારીને કરાયેલું ષડયંત્ર છે. જેથી સાંપ્રદાયિક માહોલ ખરાબ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle