ભાજપના ધારાસભ્યની કારએ એક માણસને ઉડાવ્યો – જુઓ વિડીયો

ઘણી વખત રસ્તો ક્રોસ કરતા એકસીડન્ટ થતા જોયા હશે. પરંતુ સુરતમાં ભાજપના ધારાસભ્યની ગાડીએ રસ્તા પર જતા વ્યક્તિનું એકસીડન્ટ કર્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં MLA લખેલા બોર્ડવાળી ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા વોચમેનને અડફેટે લીધો હતો. MLA ગુજરાત લખેલી સિલ્વર કલરની(GJ 05 JR 6207) ગાડીએ વોચમેનને અડફેટે લેતા ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતાં.

આ ગાડી ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની હોવાનું જાણવા મળી રહ્યું છે. ધારાસભ્યના બોર્ડવાળી કાર મહિલા ચલાવતી હોવાની વાત બહાર આવી રહી છે. બીજી તરફ કારની અડફેટે ચડેલા વોચમેનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યની કાર કોઈ મહિલા ચલાવતી હતી કે પછી મહિલાએ શેખી માટે કારમાં એમએલએ ગુજરાત લખેલી પ્લેટ રાખી હતી તે અંગે લોકોમાં સવાલો ઉભા થયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *