ભારતમાં કોરોનાની બીજી લહેરે ધમાલ મચાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 26 દિવસમાં પહેલીવાર 24 કલાકમાં 3 લાખથી ઓછા નવા કેસ આવ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે એક વિચિત્ર નિવેદન આપ્યું છે.
પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, ગૌમૂત્ર પીવાથી ફેફસાંના ચેપથી બચી શકાય છે અને કોરોનાને હરાવી શકાય છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે રવિવારે ભોપાલમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘હું દરરોજ ગૌમૂત્ર પીવ છું. તેથી મારે કોઈ દવા લેવાની જરૂર નથી. મને હજી સુધી કોરોનાનો ચેપ લાગ્યો નથી. દરેક વ્યક્તિએ દેશી ગાય રાખવી જોઈએ. ‘જણાવી દઈએ કે, ગૌમૂત્ર પીવાથી કોરોના મટાડવા અથવા ન થવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી.’
તે જ સમયે, ઘણા નિષ્ણાતોએ ગોબર જેવી ચીજો વિરુદ્ધ ચેતવણી પણ આપી છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે વધુમાં કહ્યું, ‘કેટલાક લોકો મારા ગુમ થવા બદલ મારા પર ઈનામ જાહેર કરવા જેવી વાતો કહે છે. આવા લોકો બંધારણીય ધોરણે ગુનાઓ કરી રહ્યા છે. તેમને માફ કરી શકાય નહિ. ગુનેગારોને સજા કરવી એ ભગવાનનું કાર્ય છે. હું મારા ઘરેથી લોકોને મદદ કરી રહી છું’.
પ્રજ્ઞા સિંહ ઠાકુરે એમ પણ કહ્યું હતું કે, હું મારા કાર્યનો પ્રચાર કરતી નથી અને તેથી લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિએ પીપળો અને તુલસીના ઝાડ રોપવા જોઈએ. જો લોકો આવા વૃક્ષો વાવે છે તો અલગથી કોઈ ઓક્સિજન લેવાની જરૂર નહીં પડે.
ભાજપના સાંસદે ભોપાલમાં એક કરોડ વૃક્ષો વાવવાની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના સાંસદે લોકોને રોગચાળા દરમિયાન સાવચેત રહેવાની અપીલ પણ કરી હતી. તે જ સમયે, તેમણે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાના નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.