ગુજરાત(Gujarat): છોટાઉદેપુર(Chotaudepur) જિલ્લામાં ભારતના પહેલા રાષ્ટ્રપતિ(President Of India) તરીકે દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) જે આદિવાસી મહિલા છે. તે ચૂંટાઈ આવતા આ પ્રસંગને વધાવી લેવા માટે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા. આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા(Rashmikant Vasava) સહિત અનેક આગેવાનો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
હાલમાં આ કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પ્રસંગે હાજરી આપવા માટે જ્યારે પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર આવ્યા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા તેની પીઠ થપથપાવતા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, જિલ્લા ભાજપ પ્રમુખ ક્યારેક લથડિયું ખાતા તો સ્ટેજ ઉપર ઉંઘતા હોય એવું પણ આ વિડિયોમાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.
અમે તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પણ ઉપસ્થિત હતા, તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સ્ટેજ પર બેઠા હતા અને તેઓ નશો કરેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે અને જેણા કારણે તે લથડિયા ખાતા હોય તેવું વિડીયોમાં ચોખ્ખું દેખાય રહ્યું છે. ત્યારે આ વાતનો ખુલાસો જ્યારે ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પાસે માંગવામાં આવ્યો તો તેના દ્વારા નકારી દેવામાં આવ્યો હતો.
રશ્મિકાંત વસાવાએ લથડિયા ખાવા પાછળ એક અલગ પ્રકારનો જ જવાબ આપ્યો હતો. તેમણે જણાવતા કહ્યું હતું કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થઇ રહી હતી. પરંતુ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો અને તસ્વીરો હકીકત કંઈક બીજું જ બતાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.