લોકડાઉનનો ભંગ કરતા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 25 માર્ચથી દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કચ્છ ભાજપ પ્રમુખનો ભાઈ કાયદાની ઐસી કી તૈસી કરતો રંગે હાથે ઝડપાયો. લૉકડાઉન દરમિયાન કાર લઈને તે બહાર ફરી રહ્યો હતો એટલું જ નહિ તેની કારમાંથી દારૂ અને છરી પણ મળી આવી છે
કચ્છ પોલીસ દ્વારા શેખપીર ત્રણ રસ્તા પાસે ચેકિંગ કરવામાં આવી રહી છે. શેખપીર ત્રણ રસ્તા પાસે અંજાર બાજુથી ભુજ તરફ અમેઝ કારમાં આવી રહેલા ચંદુભાઈ શિવદાસભાઈ પટેલ નામના ૫૯ વર્ષીય આાધેડને ચેક કરતા તેમની કારમાંથી ચાઈનીઝ કંપનીનું ચાકુ અને મેકડોવેલ્સ નંબર વન બ્રાંડની ભારતીય બનાવટની અંગ્રેજી વ્હીસ્કીની બાટલી મળી આવી હતી. પોલીસે ચંદુભાઈ પટેલ સામે દારૂબંધી, હાથીયારબંધી અને લોકડાઉનના ભંગ બદલ અલગ અલગ ત્રણ ફરિયાદો નોંધી હતી.
ચંદુ પટેલ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલના સગા ભાઈ છે. પોલીસે દારુ અને છરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે ગત સાંજથી કચ્છના રાજકીય સુત્રોમાં ભારે એવી ચર્ચા જગાવી હતી. બીજી તરફ, આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે, તેમનો નાનો ભાઈ પોતાના પરિવાર સાથે સ્વતંત્ર રીતે રહે છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા નથી. પોલીસ આ ઘટનાની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં પણ કાયદો કાયદાનું કામ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news