હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક આધેડ વ્યક્તિ દૂધ જોતો પકડાયો હોવાની વાતચીત થતી જોવા મળી રહી છે. આ વિડીયો ની સાથે સાથે આ વ્યક્તિની ફેસબુક પ્રોફાઇલ ના સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યા છે. જેમાં આ વ્યક્તિ નેશનલ હેલ્થ મિશન નો મેડીકલ ઓફિસર અને મોદી સમર્થક હોવાનું દેખાઈ આવે છે. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘આ ભાજપા નેતા રાજેન્દ્રસિંહ પુંડીર છે. જે બરેલીનો નિવાસી છે. જે આખો દિવસ મોદી ચાલીસા નું ભજન કરે છે અને લોકોની સાથે મોદીને લઈને ઝઘડો કરે છે. વ્યવસાયે ડોક્ટર છે પણ કામ ચોરી નું કરે છે. અને ચોરી પણ દૂધની થેલી ની કરે છે.’ જોકે આ વીડિયોને પુષ્ટિ અમે કરતા નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં લખાયું છે કે, વહેલી સવારે દૂધની એજન્સીઓ ધરાવતા દુકાનદારોની દુકાન આગળ દૂધની ગાડી દૂધની થેલીઓ મૂકીને જતી રહેતી હોય છે. ત્યારે રાજેન્દ્રસિંહ નામનો શખ્સ રોજ વહેલી સવારે બધી દુકાનો થી સરેરાશ ૨૦ થી ૨૫ એક લીટર વાળી દૂધની થેલીઓ ચોરી લેતો હતો અને બજારમાં સસ્તા ભાવે વેચી દેતો હતો રોજની 300 થી 400 થેલીઓ ચોરીને ધંધો કરી લેવામાં માહેર થઈ ગયો હતો. પરંતુ આ ચોરી ત્યારે સામે આવી જ્યારે દુકાનદારોએ બરેલીના સરકીટહાઉસ ચાર રસ્તા પર સર્જિત જનરલ સ્ટોર માં લાગેલા સીસીટીવી ની મદદથી આ ચોરી ને પકડી લીધી અને લોકોએ ભેગા થઈને રંગેહાથે ઝડપી લીધો.
વીડિયોમાં એક મહિલા આ વ્યક્તિને કહે છે કે તમે પોલીસ સ્ટેશન ચાલો, ત્યારે આ વ્યક્તિ ત્યાંથી છટકવાનો પ્રયાસ કરે છે. પરંતુ હાજર યુવાનોએ આ વ્યક્તિની ગાડીની ચાવી કાઢી લઈને તેને ભાગતો અટકાવ્યો. વાતચીતમાં લોકો કહી રહ્યા છે કે, આવું છેલ્લા ૧૫ દિવસથી આ વ્યક્તિ કરે છે. પોતાને ફસાતો જોઈને આ વ્યક્તિ પોતાનો ફોન કાઢીને કોઈને ફોન કરી રહ્યો છે.
આ ઘટના સોશિયલ મીડિયામાં આવ્યા બાદ આ વ્યક્તિએ પોતાનું ફેસબુક એકાઉન્ટ પણ ડિસેબલ કરી દીધું છે. પરંતુ તે પહેલા આ વ્યક્તિ ના એકાઉન્ટમાં મીડિયામાં ફરતા થઈ જતા, આ વ્યક્તિ ભાજપ સમર્થક હોવાનું બહાર આવ્યું છે. પરંતુ આ વાતની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.