PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશે

કોંગ્રેસે રાજ્યસભામાં સિધ્ધાર્થ પટેલને ટિકિટ ન આપતા તેમનું રાજકીય અસ્તિત્વ  જોખમમાં આવી ગયું છે. બીજું પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોની માંગણી સામે પાટીદારને ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો નારાજ થયા છે. ત્યારે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી સ્વ ચીમનભાઈ પટેલના ખાસ એવા જનતાદળ ગુજરાતના જુના જોગી નરહરિ અમીનને ઉમેદવાર તરીકે જાહેર કરી. એક કાંકરે બે પક્ષી નો શિકાર કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અને જનતાદળ ગુજરાત ગ્રુપ સાથે સંકળાયેલા ધારાસભ્યો શું કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના નામાંકન વખતે પ્રેસ સાથેની વાતચિતમાં જણાવ્ય કે, હું કોંગ્રેસમાં હતો અને ખૂબ સહન કર્યું છે. મારે રાજ્યસભામાં ખૂટતા મત માટે હું કોંગ્રેસના ધારાસભ્યોને મળીને તેમની પાસે મત માંગીશ. આ મારી જવાબદારી છે કે હું તેમને સમજાવુ. મારી જીત થશે. અને હું સૌથી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને જ મળીશ. નરહરિ અમીનના દાવા અનુસાર સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્યો સહેલાઈથી માની જશે. અને ભાજપ દ્વારા ભૂતકાળમાં થયેલા ક્રોસ વોટીંગ માફક આ વખતે પણ ક્રોસ વોટીંગ કરાવવા માટે નું આયોજન પણ થઇ ચુક્યું છે.

નરહરિ અમીનના આ નિવેદનથી કોંગ્રેસમાં રહેલા અસંતુષ્ટ અને કોંગ્રેસના KHAM થીયરીના ટોચના નેતાઓના જાતીવાદી રાજકારણને કારણે કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરી શકે છે. જો આવું થાય છે, તો ભાજપને ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારવામાં આવેલા નરહરી અમીનને જીતવા માટે માત્ર ૮ વોટની જરૂરીયાત છે. BTP અને NCPના નેતાઓ ભાજપ તરફી વોટ કરશે, તેવું માનવામાં આવી રહ્યું છે. જેથી અંતે માત્ર ૫ મતની ઘટ ધારાસભ્યોની તોડફોડથી ભાજપ સહેલાઈથી કરી લેશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.

નરહરી અમીનના નજીકના સુત્રોનું માનીએ તો, કોંગ્રેસ કોઈ પાટીદાર નેતાને ટીકીટ ન આપે તો ભાજપમાંથી નરહરિ અમીનને ટીકીટ આપવાનું સૂચન ગુજરાતના જ એક સંતે પ્રધાનમંત્રી મોદીને સૂચવ્યું હતું. જે અનુસાર આ પ્લાનમાં કોંગ્રેસ ફસાઈ જતા હવે આગામી દિવસોમાં કોંગ્રેસ હાથમાં આવેલી બાજી ગુમાવી દે છે કે નહી તે જોવું રહ્યું. નરહરી અમીનના ભાજપ પ્રવેશ બાદથી તેઓ ભલે સક્રિય રાજ્નીતીમાં ન હોય પરંતુ નરેન્દ્ર મોદી અને અમદાવાદના એ સંતના સીધા સંપર્કમાં છે. થોડા દિવસ અગાઉ જ નરહરી અમીનના દીકરા ના લગ્ન પ્રસંગે આ આખો આયોજન થઇ ચુક્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *