રુપાણી સરકારે આટલા સમયમાં જ વાહન ચાલકો પાસેથી વસુલી લીધો 686 કરોડનો દંડ, જાણી ચોંકી જશો

ગુજરાતમાં વાહનો ચાલકો દર વર્ષે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી રહ્યા છે. લોકો મહેનત કરીને એક-એક રૂપિયો કમાય છે અને…

ગુજરાતમાં વાહનો ચાલકો દર વર્ષે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી રહ્યા છે. લોકો મહેનત કરીને એક-એક રૂપિયો કમાય છે અને ગુજરાતની પોલીસ દ્બારા સમયાંતરે રસ્તા પર અલગ અલગ જગ્યાઓ પર ઊભા રહીને વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની વસુલાત કરવામાં આવે છે. વાહન ચાલક પર અલગ-અલગ નિયમ ભંગની કલમો લગાડીને તેની પાસેથી સ્થળ પર જ 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીના દંડની વસુલાત કરવામાં આવે છે. તો કેટલીકવાર વાહન ચાલકનું વાહન પણ ડીટેઈન કરવામાં આવે છે. વાહન ચાલકોની આ દંડની રકમ સરકાર માટે એક પૈસા કમાવવાનું સાધન બની ગઈ છે. કારણ કે, છેલ્લા પાંચ વર્ષમાં વાહન ચાલકોના દંડના કરોડો રૂપિયાથી સરકારની તિજોરી ભરાઈ રહી છે.

વિધાનસભા સત્રમાં ગુજરાતના વાહનચાલકોએ ચૂકવેલા દંડ અંગે ખુલાસો થયો છે. વાહન વ્યવહાર મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વાહનચાલકો પાસેથી દંડ પેટે રૂ.686 કરોડ વસુલવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના એક પ્રશ્નના ઉત્તરમાં વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે,1 જાન્યુઆરી 2018 થી 31 ડિસેમ્બર 2018 સુધીમાં રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટ અન્વયે દંડ પેટે રૂપિયા 346 કરોડ 42 લાખ 16 હજાર 41 વસુલવામાં આવ્યા હતા. જ્યારે 1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 340 કરોડ 27 લાખ 82 હજાર 972 વસુલવામાં આવ્યા હતા. આમ બે વર્ષમાં વાહનચાલકો પાસેથી રૂ.686 કરોડ 69 લાખ 99 હજાર 13 વસુલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *