ગુજરાત(Gujarat election 2022): આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 કોર્પોરેટર સાથે ધમાકેદાર એન્ટ્રી કર હતી. તેઓ ત્રીજી પાર્ટી તરીકે ભાજપ અને કોંગ્રેસને ચેલેન્જ કરી વિધાનસભાની ચુંટણી લડી રહ્યાં છે. હાલ ભાજપના પાયાના કાર્યકર હસુ ભાદાણી ગતરોજ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર સામે આવ્યા છે. આપ ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, 27 વર્ષથી સરકારથી ત્રસ્ત થયેલી જનતાએ હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાનુ નક્કી કરી લીધું છે.
સમગ્ર ગુજરાતને પરિવર્તન માટે હવે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ છે. ગુજરાતમાં જેટલા પણ લોકો જનતાની સેવા કરવા માંગે છે અને પોતાના સમય ફક્ત જનહિત માટે ફાળવવા માંગે છે, તે લોકો દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે જો લોક કલ્યાણના કામમાં યોગદાન આપવું હોય તો આમ આદમી પાર્ટી જ એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
એટલે દરેક સમાજના લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સૌને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતની જનતાનું ભાગ્ય અને ભવિષ્ય બંને બદલશે. કરંજ વિધાનસભા ભાજપના પાયાના કાર્યકર અને જેમણે ભાજપ નિતીઓના વિરોધમાં પોતાની હૈયા વરાળ કાઢી અને તેમની ઓડીયો ક્લિપ ખુબ વાઈરલ થઈ તેવા હસુ ભાદાણી ગતરોજ આપના પ્રદેશ મહામંત્રી તથા કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયાની હાજરીમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ભાજપમાં રહીને જનતાની સેવા કરવાનું શક્ય ન હતું એટલા માટે હસુ ભાદાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજે ગુજરાતમાં ફક્ત એક જ પાર્ટી છે. જે જનતાની સેવા કરવા માટે સકારાત્મક રાજનીતિ કરી રહી છે. એટલા માટે હસુ ભાદાણી અને તેમના જેવા અનેક લોકો જેઓ બીજી પાર્ટીમાં હતા. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયાના હસ્તે વિધિવત રીતે હસુ ભાદાણી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.