મૂર્તિ પૂજાના સખત વિરોધી એવા UAEમાં BAPSએ પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો…

અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની ‘શિલન્યાસ વિધી’ નું આયોજન કરવામાં આવ્યું હતું. બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ન આધ્યાત્મિક ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી…

અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની ‘શિલન્યાસ વિધી’ નું આયોજન કરવામાં આવ્યું હતું. બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ન આધ્યાત્મિક ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની હાજરીમાં આ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ પણ હાજર હતી અને આ શિલન્યાસ વિધીનો લાભ માણી રહી હતી. તેની સાથે સાથે ઘણા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

પરમ પૂજ્ય મહંત સ્વામીના હસ્તે અબુધાબી ખાતે BAPSના મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ અલ રાભા ઉપનગરના કિનારે, 27 એકરમાં યોજાયો હતો. શિલાન્યાસના સ્થળે 45,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો વિશાળ ‘પ્રમુખસ્વામી મડંપમ્‌’ તૈયાર કરાયો હતો. કાર્યક્રમમાં દેશ-વિદેશના 5 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

શિલાન્યાસ કાર્યક્રમમાં 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો વિશાળ ગર્ત બનાવી મંદિરની પ્રથમ શિલાનું સ્થાપન કરાયું હતું. આ મહાપૂજાની વિશેષતા એ હતી કે વચ્ચે વચ્ચે અંગ્રેજી અને હિન્દીમાં વિધિની સૂચનાઓ અને સ્લોકની સમજૂતી આપવામાં આવી હતી.

1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અહીંની આરબ ભૂમિ પર પધાર્યા હતા ત્યારે તેઓએ અહીં વસતા હિન્દુઓની ધર્મભાવનાનું પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય. 22 વર્ષ પછી તેમનું આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.

મંદિર રણમાં નંદનવન સમાન છે:

આ મંદિર વૈશ્વિક માનવીય મૂલ્યો અને આધ્યાત્મિક વૈભવનું પ્રતીક બનશે. 130 કરોડ ભારતીયો વતી હું આ મંદિરના નિર્માણને વધાવું છું. તેઓએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને શેખ નહ્યાન અલ મુબારકનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મોદીએ કહ્યું, આ મંદિર રણમાં નંદનવન બનશે.

આ પ્રકારની હતી તૈયારીઓ:

27 એકરમાં કાર્યક્રમ યોજાયો
45 હજાર ચોરસ ફૂટમાં મંડપ બંધાયો
5 હજાર દેશ-વિદેશના હરિભક્તો હાજર
100 ફૂટ લાંબું શિલાસ્થાપન સ્થળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *