રાજકોટ(ગુજરાત): રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યું છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પોલીસે બહાર નીકળનાર લોકોની પૂછપરછ કરવાની હોય છે અને તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ રાત્રિ કર્ફ્યૂમાં જ ચોરોએ મોકળું મેદાન મળ્યું હોય તેમ રોજ ચોરીની ઘટના જોવા મળે છે. રાજકોટ શહેરમાં ગય રાત્રે બે બેંકના એટીએમમાં ચોરી થઇ હતી. ચોરોએ ચોરી કરતા પહેલા બેંકના CCTV પર કાળો સ્પ્રે માર્યો હતો. જેમાં એક ATMમાંથી 12 લાખ અને બીજા ATMમાંથી સાડા ત્રણ લાખની ચોરી થઈ છે.
જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં ત્રાટકેલા ચોરેએ અલગ અલગ બે બેંકના એટીએમ ગેસ કટરથી કાપીને એકમાંથી 12 લાખની રોકડ અને બીજામાંથી સાડા ત્રણ લાખની રોકડ ચોરી જતાં બેંકના અધિકારીઓમાં ભાગદોડ મચી ગઇ છે. ગાંધીગ્રામ પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ જે.જી.રાણા, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફની ટીમો તથા ક્રાઇમ બ્રાંચની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
એટીએમના સીસીટીવી કેમેરા પર વહેલી સવારે કાળો સ્પ્રે મારીને ગેસ કટરથી બંને એટીએમને કાપીને ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં એક્સિસ બેંકમાંથી 12 લાખ રૂપિયા અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી સાડા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીઓને શોધી કાઢવા માટે કાર્યવાહી શરુ કરી છે.
અગાઉ રાજકોટમાં 4 દિવસ પહેલા જ એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. આથી પોલીસે આજે એટીએમ તોડનાર વ્યક્તિની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે હજુ 4 દિવસ પહેલા ત્રિશુલ ચોકમાં એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનારને પકડી લીધો છે ત્યારે બીજી તરફ બે એટીએમ તોડી 15.5 લાખની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.