પ્લેનમાં થયો ભીષણ બોમ્બ બ્લાસ્ટ, 16 કેબિનેટનાં સભ્યોના થયા મોત -જુઓ વિડીયો 

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. યમનના શહેર અદનના એરપોર્ટ પર જે સમયે નવી નિમવામાં આવેલી કેબિનેટના સભ્યોને લઇ વિમાન ઉતર્યું હતું ત્યારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ જાણકારી સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. વિસ્ફેટના સ્ત્રોત અંગે હજુ સુધી કઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નવી સરકારના કેબિનેટ સભ્ય પ્લેનમાંથી ઉતરતા થયો બ્લાસ્ટ :
યમન એરપોર્ટ પર બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે. આ બ્લાસ્ટ એડન એરપોર્ટ નજીક થયો હતો. આ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં લોકોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ નવી સરકારના કેબિનેટ સભ્ય પ્લેનમાંથી ઉતરતી વખતે થયો હતો. કેબિનેટ સભ્યો કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા.

16થી વધારે લોકોના મોત, કુલ 60 લોકો ઇજાગ્રસ્ત :
આ બ્લાસ્ટમાં મોટી જાનહાની થઈ હોવાંનું સામે આવી રહ્યું છે. અદન સ્વાસ્થ્ય કાર્યાલયના અધિકારીઓના હવાલાથી સમાચાર એજન્સીએ કહ્યું હતું કે, આ બ્લાસ્ટમાં કુલ 16 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે લગભગ 60 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાંના સમાચાર સામે આવી રહ્યાં છે.

પ્રતિસ્પર્ધી દક્ષિણ અલગાવવાદીઓ સાથેના કરાર કર્યાં પછી મંત્રિમંડળમાં ફેરફાર થવા અને ગયા અઠવાડિયામાં શપથ ગ્રહણ કર્યા બાદ પ્રધાનમંત્રી મઈન અબ્દુલ મલિક સઈદના નેતૃત્વમાં મંત્રી અદન પાછાં ફરી રહ્યા હતા. દેશમાં વર્ષો સુધી ચાલેલા ગૃહ યુદ્ધ વખતે યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર સાઉદી અરબની રાજધાની રિયાદથી સ્વ-દેશનિકાલ પરિસ્થિતિમાં કામ કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *