એવી તો શું ખાસિયત છે આ લાકડાની ચમચી, કાંટા અને વાટકામાં કે, એની હરાજી 1.2 કરોડમાં થઈ -કારણ જાણીને…

મહાત્મા ગાંધીજીને તો કોણ ન ઓળખતું હોય ? દેશની આઝાદીમાં ગાંધીજીએ પોતાનું અગત્યનું યોગદાન આપ્યું હતું. હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. ગાંધીજી જે ચીજ-વસ્તુનો ઉપયોગ કરતાં હતાં એ લાકડાની ચમચી, કાંટા ચમચી તથા વાટકાની બ્રિટનના બ્રિસ્ટોલમાં 10 જાન્યુઆરીનાં રોજ હરાજી કરવામાં આવશે.

હરાજી કરવાં માટે લઘુતમ કિંમત કુલ 55,000 પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. આ કિંમતે કોઈપણ ભારતીય ખરીદે તો મૂળ કિંમત, કમિશન, ડયુટી, GST વગેરે ઉમેરીને કિંમત કુલ 1.2 કરોડ સુધી પહોંચી શકે છે. જો કે, આ લઘુતમ ભાવ છે.

ગાંધીજી વાપરતા હતા એવી અનેક ચીજ-વસ્તુની ઊંચી કિંમતમાં હરાજી : 
હરાજી નિષ્ણાતોના મત પ્રમાણે કુલ 55,000ને બદલે કુલ 80,000 પાઉન્ડ સુધી પહોંચે તો તેની વેચાણ કિંમત ભારતીય ચલણ પ્રમાણે કુલ 2 કરોડ જેટલી થાય છે. એનાંથી પણ વધુ કિંમત થાય તો છેવટે સામાન્ય દેખાતા એવાં વાટકા-ચમચીનો ભાવ આસમાન પર પહોંચી શકે છે.

ગાંધીજી ઉપયોગ કરતાં હતાં એવી અનેક ચીજ-વસ્તુઓ ભારત સાચવી શક્યુ નથી. પરદેશમાં પહોંચી ગઈ છે તેમજ ત્યાં ઊંચી કિંમતે તેની હરાજી કરવામાં આવે છે. સાદગીપૂર્ણ જીવન જીવતા ગાંધીજીની ચીજ-વસ્તુના અતિ મોંઘા મૂલ પેદા થાય છે.

આ ચમચી-વાટકાનો દુર્લભ સેટ સુમતિ મોરારજીના સંગ્રહમાં હતો : 
આ ચમચી-વાટકાનો દુર્લભ સેટ ગાંધીજીના અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાં હતો. સુમતિદેવી ભારતીય વહાણવટા ઉદ્યોગમાં મહિલા હતા. જેમનું અવસાન વર્ષ 1998માં થયુ હતુ. ગાંધીજીની સાથે મળીને તેઓ આઝાદીની લડતમાં જોડાયા હતા. હરાજી કરનાર કંપની ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શનરના કેટલોક મુજબ આ ચીજ-વસ્તુ ગાંધીજી પુનામાં આવેલ આગાખાન પેલેસમાં નજરકેદ હતા એ સમય દરમિયાન મુંબઈમાં રહીને ઉપયોગ કરતાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *