ગોંડલ(ગુજરાત): ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે(Gondal-Jetpur National Highway) પર ગોમટા ચોકડી(Gomta Chokdi) નજીક હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારખાનામાં કામ કરતા ત્રણ કામદારોના મોત થયા હતા. ત્રણેય કામદારો ફેક્ટરી(Factory)માં કેમિકલની ટાંકી(Chemical tank)માં વેલ્ડીંગ(Welding)નું કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક મજૂરનો ચહેરો એટલો દાઝી ગયો કે ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફેક્ટરીની અંદર આવેલી કેમિકલ ટાંકીમાં વહેલી સવારે 4 વાગ્યે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી (ઉંમર 25), સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણીયા (ઉંમર 22) અને ઉત્તર પ્રદેશના બાલવા ઘોરીના અમર શિવધરભાઈ વિશ્વકર્મા (ઉંમર 33)નું મોત થયું હતું. ગોંડલ તાલુકા પીએસઆઈ એસ.જી. કેસવાલા અને હેડ કોન્સ્ટેબલ પી.બી. વાલાણીએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. ત્રણેય યુવકોના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને લવાયા હતા.
મળતી માહિતી મુજબ, ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જ એકનું મોત થયું હતું. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ દ્વારા ત્રણેય યુવકોના પરિવારજનોનો સંપર્ક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં Dysp, LCB સહિતની ટીમ પહોચી હતી. તેમજ FSLની ટીમ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા કેમિકલના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Dysp પી.એ. ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે, આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં એક બ્લાસ્ટનો બનાવ બન્યો હતો.
જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા ફેક્ટરીની અંદર જે ટાંકીમાં ઇંધણ રાખવામાં આવે છે તેમાં વેલ્ડિંગ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ વેલ્ડરને ગંભીર પ્રકારે ઈજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બીજા કોઈને નાની-મોટી ઇજા પહોંચી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.