પ્રેમમાં અંધ બનવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. આ દરમિયાન આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 61 વર્ષીય વ્યક્તિ પ્રેમમાં અંધ બનીને એક 33 વર્ષીય મહિલાને ભગાડી ગયો હતો. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ તેની જ પુત્રવધૂ છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, બંને પોલીસના હાથમાં લાગ્યા નથી. જાણવા મળ્યું છે કે, સસસા સાથે ભાગી જનાર પુત્રવધૂને બે સંતાન છે. મહિલા પોતાના 7 અને 10 વર્ષના બે બાળકોને ઘરે મૂકીને ભાગી ગઈ છે.
મળતી માહિતી મુજબ સસરા સાથે ભાગી જનારી યુવતીનું નામ રાની છે. રાની એક હૉસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેને એમ્બ્યુલન્સના ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદમાં બંનેએ પરિવારની મરજીથી લગ્ન કરી લીધા હતા. 12 વર્ષના લગ્ન જીવનમાં બંનેને બે સંતાન છે.
આ દરમિયાન સમય જતા રાની તેના સસરાના પ્રેમમાં પડી હતી. ઘરમાં જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બબાલ થઈ ગઈ હતી. આ મામલાને લઈને અનેક વખત આસપાસના લોકો અને પોલીસે મામલો શાંત પાડવાના પ્રયાસો પણ કર્યા હતા. સગા-સંબંધીઓની અનેક ચેતવણીને અવગણીને રાની અને તેના સસરાએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. આખરે રાનીના પતિએ તેને તેના પિયરમાં મોકલી દીધી હતી. જોકે, બીજા જ દિવસે રાનીના સસરાએ તેને લેવા માટે એક વાહન મોકલ્યું હતું. જેના બીજા દિવસે બંને ફરાર થઈ ગયા હતા.
આ મામલે 61 વર્ષીય વ્યક્તિની પત્ની એટલે કે પુત્રવધૂના સાસુએ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસ દ્વારા બંનેના મોબાઇલ ફોનના લોકેશનના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ માટે પોલીસ દ્વારા અનેક હોટલોમાં તપાસ પણ કરવામાં આવી હતી. જોકે, બંને હાથમાં આવ્યા ન હતા. ત્યારબાદ બંનેએ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. આ કિસ્સો કેરળના કન્નુર શહેરમાંથી સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.