જીવ કોને વ્હાલો ના હોય! જુઓ કેવી રીતે એક માતાએ પોતાના દીકરાને સાપના ડંખથી બચાવ્યો

Published on: 2:42 pm, Sun, 14 August 22

વાયરલ(Viral): હાલમાં ઈન્ટરનેટ પર એક વિડીયો ખૂબ જ વાયરલ(Viral video) થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા પોતાના બાળકને સાંપના ડંખથી બચાવે છે. આ સમગ્ર ઘટના મહિલાના ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના કર્ણાટક(Karnataka)ના માંડ્યા(Mandya)ની છે. વિડીયોમાં જોવા મળી રહેલી મહિલાની બુદ્ધિ અને હિંમતની હવે ઈન્ટરનેટ પર ઘણી પ્રશંસા થઈ રહી છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે એક માતા તેના બાળકને આંખના પલકારામાં સાપથી દૂર લઈ જાય છે. વિડીયોની શરૂઆતમાં બાળક તેની માતા સાથે ઘરની બહાર નીકળતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દરમિયાન ઘરની બહાર બનાવેલ દાદર પાસે એક સાપ પણ આટા મારતો જોવા મળે છે. સૌ પ્રથમ બાળક દાદર ઉતરે છે. આ દરમિયાન બાળકનો પગ સાપ પર પડતા પડતા રહી જાય છે. દાદરની નજીક કઈ હલચલ થઇ રહી છે જેને જોઇને બાળક અને તેની માતા ત્યાં જુએ છે. સાપ બાળકને ડંખ મારવાની તૈયારીમાં જ હોય છે, પરંતુ સાપ બાળકને કરડે તે પહેલા જ મહિલા આંખના પલકારામાં તેના બાળકને સાપથી દૂર લઈ જાય છે, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

મહિલાની હિંમતનો આ વિડીયો ટ્વિટર પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો કદાચ સાપે બાળકને ડંખ માર્યો હોત. બાળક પ્રત્યેના આ માતાના પ્રેમને હું સલામ કરું છું. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે તે ખરેખર જોખમી હતું, ભગવાન બીજા કોઈને ન મોકલી શકે, તેથી તેણે માતાને મોકલી છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં માતા પોતાના બાળકને સાપના ડંખથી બચાવી લે છે. વિડીયો પરથી તો લાગી રહ્યું છે કે, જો થોડી સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો સાપ બાળકને ડંખ મારી દેત, પણ એવું ના બન્યું અને માતાએ બાળકને બચાવી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જીવ કોને વ્હાલો ના હોય! જુઓ કેવી રીતે એક માતાએ પોતાના દીકરાને સાપના ડંખથી બચાવ્યો"

Leave a comment

Your email address will not be published.


*